સફરજન એક એવું ફળ છે જેના વિષે દરેક લોકો જાણતા હશે. સફરજન ખાવાની માજા પણ કઈક અલગ જ આવે છે. સફરજન ખાવાની સલાહ ડોકટર પણ આપતા હોય છે. તમે દરરોજ એક સફરજન ખાઓ તો ડોકટર પાસે પણ જવાની જરૂર નથી પડતી. ડાયટીશિયન પણ રોજ એક સફરજન ખાવાની સલાહ આપતા હોય છે. સફરજન ખાવાથી તમે અનેક બીમારીઓથી બચી શકો છો. પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણે સફરજનને કાપીએ છીએ ત્યારે થોડા જ સમયમાં તે કાળું પાડવા લાગે છે. આને આ કાળા સફરજનને આપણે ફેંકી દેતા હોય છે. તેને કોઈ પણ ખાવાનું પસંદ કરતાં નથી. તો આજે અમે તમને એવી ટિપ્સ વિષે જણાવીશું જેને ફોલો કરવાથી સફરજન કાળું નહીં પડે.
1. મીઠાનો ઉપયોગ કરો.
મીઠું એક પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે. આથી જ્યારે આપ સફરજનને કાપો અને તે કાળું પડી જાય છે તો તેને બચાવવા માટે તમે એક બાઉલમાં પાણી ભરો તેમાં એક ચમચી મીઠું નાખીને મિક્સ કરો. હવે સફરજનના ટુકડા તેમાં કાપીને નાખતા જાવ 5 મિનિટ પછી સફરજનને કાઢી લો. આમ કરવાથી સફરજન લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને કાળા નહીં થાય.
2. લીંબુનો રસ
જ્યારે તમે સફરજન કાપો છો ત્યારે હવામાં રહેલાં ઓક્સીજનના સંપર્કમાં આવે છે અને રાસાયણિક પ્રતિક્રિયા કરવા લાગે છે. એવામાં તમે સિટ્રિક એસિડ ઓક્સીજનની આ પક્રિયાને રોકવામાં મદદ કરે છે. આ માટે તમે એક વાસણમાં પાણી ભરો અને એમાં લીંબુનો રસ નાખીને મિક્સ કરો. પછી તમે સફરજન કાપીને એમાં નાખતા જાવો. 5 મિનિટ પછી પાણીમાંથી બહાર કાઢી લો. આમ કરવાથી સફરજન કાળા નહીં પડે અને એકદમ ફ્રેશ રહેશે.
3. સોડાનો ઉપયોગ કરો
સોડામાં સાઇટ્રિક એસિડ હોય છે જે સફરજનને કાળા થતા રોકવામાં મદદ કરી શકે છે. આ માટે તમે એક વાસણમાં લીંબુ, લાઇમ સોડા અને આદુનો જ્યૂસ કાઢીને મિક્સ કરી લો. હવે આમાં સફરજનને કટકા કરીને નાખો. આ સફરજનના કટકાને 3 થી 5 મિનિટ માટે રહેવા દો. પછી બહાર કાઢી લો. હવે સુકવીને ટિફિનમાં મુકી દો. આમ કરવાથી સફરજન તાજા રહેશે.