શિયાળામાં સાંજની મજા માણો ગરમાગરમ પાલક પકોડા સાથે, જાણો બનાવવાની સરળ રેસેપી....

શિયાળામાં કઈક અલગ ખાવાનું મન થાય તો તમે સ્વાદિષ્ટ પકોડા પણ બનાવી શકો છો.

New Update
શિયાળામાં સાંજની મજા માણો ગરમાગરમ પાલક પકોડા સાથે, જાણો બનાવવાની સરળ રેસેપી....

શિયાળાની ઋતુમાં નાસ્તામાં કઈક ગરમાગરમ મળી જાય તો સાંજ સુધરી જાય, ઠંડીના વાતાવરણમાં આવો ગરમ નાસ્તો ખાવાની મજા જ કઈક અલગ હોય છે. પરંતુ રોજ રોજ ભજીયા, પકોડા ખાઈને પણ કંટાળો આવે છે. તો આજે અમે તમારા માટે એક અલગ જ રેસેપી લઈને આવ્યા છીએ જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પાલક ખાવી સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ છે. તેમાં ઘણા પોષક તત્વો આવેલા હોય છે. વાસ્તવમાં તે પાલક પનીર, પાલક આલુ, પાલક સાગના રૂપમાં ખાવામાં આવે છે. જો તમને શિયાળામાં કઈક અલગ ખાવાનું મન થાય તો તમે સ્વાદિષ્ટ પકોડા પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ પાલકનાં પકોડા બનાવવાની રીત..

પાલક પકોડા બનાવવાની સામગ્રી

· 7 ચમચી ચણાનો લોટ

· 2 મોટી ડુંગળી

· 2 કપ પાલક

· 1 ચમચી લાલ મરચું પાવડર

· 1 ચમચી હળદર

· 1 ચમચી અજમો

· 1 ચપટી ખાવાનો સોડા

· તેલ જરૂર મુજબ

· મીઠું સ્વાદ અનુસાર

પાલક પકોડા બનાવવાની રેસેપી

· પાલક પકોડા બનાવવા માટે સૌ પ્રથમ પાલકને સારી રીતે ધોઈ નાખો.

· ત્યાર બાદ ડુંગળીને પાતળા ટુકડામાં કાપી નાખો.

· પાલકને ઝીણી સમારી લો. તેને ચણાના લોટ સાથે મિકસ કરો. ત્યાર બાદ તેમાં બધા મસાલા લાલ મરચું પાવડર, હળદર, જીરું, અજમો, ડુંગળી, અને ખાવાનો સોડા એડ કરીને સારી રીતે મિક્સ કરો.

· હવે બેટરના નાના નાના ભાગો લો અને તેને તેલમાં ડીપ ફ્રાઈ કરો.

· તો તૈયાર છે પાલક પકોડા. સાંજે ચા સાથે તેને સર્વ કરો.

· તમે ઈચ્છો તો તેને તમારી મનપસંદ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.