Connect Gujarat
વાનગીઓ 

જમ્યા પછી ફ્રૂટ કસ્ટર્ડ ખાવાની મજા માણો, સિમ્પલ રીતે ઘરે બનાવવા નોંધી લો આ રીત...

ડેઝર્ટમાં તમે ટેસ્ટી અને હેલ્ધી બનાવવાનું વિચારી રહ્યા છો તો ફ્રૂટ કસ્ટર્ડ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.

જમ્યા પછી ફ્રૂટ કસ્ટર્ડ ખાવાની મજા માણો, સિમ્પલ રીતે ઘરે બનાવવા નોંધી લો આ રીત...
X

ગુજરાતીઓ ગળ્યું ખાવાના બહુ શોખીન હોય છે. જમ્યા પછી ગળ્યું ખાવાનું મન અનેક લોકોને થતુ હોય છે. ખાસ કરીને મહેમાનોથી લઇને ઘરના લોકો માટે ડેઝર્ટ શું બનાવવું એ પ્રશ્ન થતો હોય છે. ડેઝર્ટમાં તમે ટેસ્ટી અને હેલ્ધી બનાવવાનું વિચારી રહ્યા છો તો ફ્રૂટ કસ્ટર્ડ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તો આજે અમે તમને ફ્રૂટ કસ્ટર્ડ ફટાફટ ઘરે કેવી રીતે બનાવશો એની રેસિપી જણાવીશું. તો નોંધી લો આ રીત અને ખાવાની મજા માણો.

ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાની સામગ્રી:-

· અડધો લિટર દુધ

· 3 ચમચી કસ્ટર્ડ પાવડર

· 25 ગ્રામ ખાંડ

· સફરજનના નાના ટુકડા

· દાડમ

· પપૈયું

· આ સિવાય જે ફ્રૂટ ભાવે તે એડ કરી શકો છો:-

How to make Fruit Custard:-

· ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે એક બાઉલમાં ઠંડુ દૂધ લો. અને તેમાં 3 ચમચી કસ્ટર્ડ પાવડર મિકસ કરો.

· કસ્ટર્ડ પાવડરમાં દૂધ બરાબર મિક્સ કરવા સતત હલાવતા રહો.

· પછી ગેસ પર પેન ગરમ કરવા માટે મૂકો.

· પેન ગરમ થઈ જાય પછી તેમાં દૂધ નાખીને ઉકાળો

· ધીમે ધીમે દૂધ ઘટ્ટ થવા લાગે એટલે તેમાં કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરો અને સારી રીતે બધુ મિક્સ કરી હલાવતા રહો. ધ્યાન રહે કે ગઠ્ઠા ના પડે.

· હવે આ દૂધમાં ખાંડ નાખો અને મિક્સ કરો.

· પછી દૂધ બરાબર ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી દો. તમે ઈચ્છો તો આમાં કેશર પણ નાખી શકો છો.

· આ દૂધને ફ્રીજમાં 3 કલાક માટે ઠંડુ થવા માટે મૂકો દો.

· હવે સફરજન, કેળાં, પપૈયું તમને જે ભાવે તે ફ્રૂટના નાના નાના ટુકડા કરીને તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.

· ત્યાર બાદ ઉપરથી પિસ્તાની કતરણ નાખો.

· બદામ અને કાજુ પણ તમે એડ કરી શકો છો.

· તો તૈયાર છે ફ્રૂટ કસ્ટર્ડ.

· આ ફ્રૂટ કસ્ટર્ડને રક્ષાબંધનના દિવસે બનાવો અને ભાઈને જમાડો.

Next Story