Connect Gujarat
વાનગીઓ 

રોગ પ્રતિકારકશક્તિ વધારવાથી વજન ઘટાડવા સુધી બાજરીમાંથી બનેલી આ સ્વાદિષ્ટ વાનગીઓ ખાઓ...

બાજરી વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. તે બ્લડ સુગરને સામાન્ય કરવામાં ખૂબ મદદરૂપ છે.

રોગ પ્રતિકારકશક્તિ વધારવાથી વજન ઘટાડવા સુધી બાજરીમાંથી બનેલી આ સ્વાદિષ્ટ વાનગીઓ ખાઓ...
X

શિયાળાની ઋતુમાં બાજરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, આમ જોવા જઈએ તો ગામડાઓમાં બાજરી બધી ઋતુમાં ખાતા હોય છે, કારણ કે તે આ ઋતુમાં આપણા શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. તેમાંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

બાજરીમાં મેગ્નેશિયમ, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ અને નાઈટ્રોજન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે શરીર માટે જરૂરી છે. બાજરી વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. તે બ્લડ સુગરને સામાન્ય કરવામાં ખૂબ મદદરૂપ છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તો ચાલો જાણીએ બાજરીમાંથી બનતી વાનગીઓ વિશે.

બાજરાના લોટનાલાડુ :-

શિયાળામાં તમે બાજરીના લોટનાલાડુ બનાવી શકો છો. તમે તેને ડ્રાય ફ્રુટ્સ સાથે મિક્સ કરી શકો છો. શેકેલા બાજરીમાં ડ્રાયફ્રૂટ્સ, દેશી ઘી અને ખાંડ મિક્સ કરીને લાડુ બનાવી શકાય છે.

બાજરીની રોટલી :-

ઘઉંની રોટલીની જેમ બાજરીના લોટની રોટલી બનાવી તેને લસણ અને લીલા મરચાંની ચટણી સાથે અથવા દેશી ઘી અને ગોળ ભેળવીને ખાવામાં આવે છે.

બાજરી અને મેથીની કચોરી :-

બાજરીના લોટમાં હળવું મીઠું અને અજમો ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને પછી મેથીની ભાજીને ઉકાળો, તેને પીસી લો, હવે તેને બાંધેલા કણકમાં મિક્સ કરો, પછી તેમાંથી ગરમાગરમ કચોરી તૈયાર કરો, જેને તમે આલુ ગોબી અથવા દમ આલુ સાથે સર્વ કરી શકો છો.

બાજરીની ખીચડી :-

રાજસ્થાનની વાનગી બાજરીની ખીચડી છે જે દેશી ઘી સાથે ખાવામાં આવે છે. તેને બનાવવા માટે બાજરીને આખી રાત પલાળી રાખો અને પછી બીજા દિવસે તેમાંથી ખીચડી તૈયાર કરો. આ ખીચડી બનાવવા માટે લીલા શાકભાજી જેવા કે મગની દાળ, ડુંગળી, લસણ, ગાજર, બીટ, ટામેટા, કેપ્સિકમ, કોથમીર વગેરેનો ઉપયોગ કરો જે સ્વાદ અને આરોગ્યથી ભરપૂર છે.

Next Story