/connect-gujarat/media/media_files/sCwbxVV35endkFbctkNK.jpg)
કેરી એ ફળોનો રાજા ગણાય છે ઉનાળાની શરૂઆત થતાં જ લોકો કેરીની રાહ જોઈ બેઠા હોય છે. અને એમાં વળી આપણી ગૃહિણીઓ આખા વર્ષનું અથાણું ક્યારે બનાવી લઈએ એની તૈયારીમાં લાગી જાઈ છે
તો ચાલો જાણીએ કે આ અથાણાં માટે કેરી કેવી રીતે પસંદ કરશો જેથી તમારું અથાણું એકદમ સરસ અને પરફેક્ટ બને....
ખાવાની કેરીની સરખામણીમાં અથાણાંની કેરીનો આકાર થોડો નાનોને ગોળાકાર હોય છે.જ્યારે પણ તમે અથાણાં માટે કેરી લેવા નીકળો ત્યારે ધ્યાન રાખો કે કેરીની છાલ જાડી હોવી જોઈએ
અથાણાં માટેની કાચી કેરી કેવી રીતે ઓળખવી :
મસાલેદાર કેરીનું અથાણું કોઈપણ ખોરાકનો સ્વાદ વધારી દેતી હોય છે આ જ કારણ છે કે દેશના દરેક ખૂણે અલગ-અલગ પ્રકારના અથાણાં બનાવવાની પરંપરા પ્રચલિત છે. જો આપણે પ્રખ્યાત અથાણાંની વાત કરીએ તો કેરીનું અથાણું ખૂબ જ પસંદ આવે છે. તેને બનાવવા માટે કાચી કેરી જરૂરી છે.
અથાણાં માટે ખાસ જાતની કેરી પસંદ કરવામાં આવે છે. એવી કેરી જેમાં ફાઈબર અને પલ્પ પણ હોય છે. હા , ધ્યાનમાં રાખો કે તેની દાળ થોડી નરમ હોવી જોઈએ જેથી કરીને તેને કાપી શકાય. આ રીતે કેરીનું અથાણું બનાવવા માટે ખાસ પ્રકારની કેરી પસંદ કરવી જરૂરી છે.
અથાણાં માટે કાચી કેરી કેવી રીતે પસંદ કરવી
કેરીની છાલ જુઓ :
અથાણાં માટે એવી કેરી પસંદ કરો જેની છાલ જાડી હોય. આ કેરીઓ વધુ ખાટી હોય છે જેથી અથાણાનો સ્વાદ વધી જાય છે. આ કેરીને લાંબા સમય સુધી સ્ટોર કરવામાં તો પણ કોઈ સમસ્યા ઊભી થતી નથી.
કેરીનું કદ તપાસો:
પાકેલી કેરી કરતાં અથાણાંવાળી કેરીનો આકાર થોડો નાનો અને ગોળાકાર હોય છે. આ કેરીઓનો રંગ ઊંડો લીલો હોય છે જો તમને આવી કેરીઓ દેખાય તો તમે ખરીદી શકો છો.
સુગંધ ધ્યાનમાં લો :
માત્ર ખાટી કેરીથી જ સારું અથાણું બની શકે છે, જ્યારે તમે તેને ખરીદો છો, ત્યારે તેને એકવાર સુંઘો કે તેમાંથી કોઈ મીઠી સુગંધ આવી રહી છે કે નહીં. જો તેમાં મીઠી સુગંધ હોય તો તેને ખરીદવાનું ટાળો.
રેસાવાળી કેરી ખરીદો :
રેસાવાળી કેરીમાંથી સારું અથાણું બની શકે છે તેથી, તમારે તે કેરીઓ ખરીદવી જોઈએ જે ફાઇબરથી ભરેલી હોય. તમે દુકાનદાર પાસેથી આવી કેરીઓ ઓળખી શકો છો. જો તમે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેરી ખરીદશો તો તમારું અથાણું પરફેક્ટ અને ચટાકેદાર બની જશે.