સ્વાદિષ્ટ રીંગણનું ભરથુ બનાવવાની રીત

વાનગીઓ | Featured | સમાચાર રીંગણનું ભરથુ એક ભારતીય શાક છે. ગામડાઓમાં ખાસ કરીને ચૂલા પર બનાવેલું ભરથુ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. આ શાકને રીંગણનો ઓળો પણ કહેવામા આવે છે. આ શાકનો સ્વાદ પણ ખૂબ ઉત્તમ હોય છે.

New Update
ભરથુ

રીંગણનું ભરથુ એક ભારતીય શાક છે. ગામડાઓમાં ખાસ કરીને ચૂલા પર બનાવેલું ભરથુ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. આ શાકને રીંગણનો ઓળો પણ કહેવામા આવે છે. આ શાકનો સ્વાદ પણ ખૂબ ઉત્તમ હોય છે. મોટા ભાગે જુવાર કે બાજરીના રોટલા સાથે આ ભરથુ બેસ્ટ લાગે છે. આ શાક માટે રીંગણને ચૂલા પર કે ગેસ પર શેકીને બનાવવામાં આવે છે. તો ચાલો જાણી  લઈએ બનાવવાની રીત : 


રીંગણનું ભરથુ બનાવવાની રીત : 


સામગ્રીમાં જોઈશે : 
ભરથા માટેનું મોટું રીંગણ 
સમારેલી ડુંગળી 
આદું લસણની પેસ્ટ 
સમારેલા લીલા મરચાં 
મધ્યમ સમારેલા ટામેટાં 
મીઠું સ્વાદાનુસાર 
હળદર , લાલ મરચું 
કોથમીર સમારેલી 

ભરથુ બનાવવાની રીત:


એક ભરથા માટેનું સારું રીંગણ લો. રીંગણ સારી રીતે ધોઈ લો અને ચાકુથી દરેક બાજુ ઉપર કાપા પાડી લો. રીંગણ ઉપર તેલ લગાવી દો. હવે તેના પર તેલ લગાવીને શેકી લો.

રીંગણ શેકાઈ ગયા બાદ તેને થોડી વાર ઠંડુ થવા દો . ઠડું થાય એટ્લે રીંગણની છાલ કાઢી લો. શેકેલાં રીંગણને મેશ કરી લો એક કડાઈમાં મધ્યમ આંચ ઉપર ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો.

તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળી લો હવે આદું-લસણની પેસ્ટ, લીલી ડુંગળી અને સમારેલાં લીલા મરચાં નાંખો. તેમને ૧ મિનિટ માટે સાંતળી લો. સમારેલાં ટમેટા નાંખો અને ટમેટા નરમ થાય ત્યાં સુધી સાંતળો.

હળદર અને લાલ મરચું પાઉડર નાંખો અને બરાબર મિક્સ કરો. કાપેલું રીંગણ અને મીઠું નાંખો. બરાબર મિક્સ કરો ચડવા દો. ગેસ બંધ કરી દો અને કોથમીર ભભરાવી રીંગણનું ભરતું પીરસવા માટે તૈયાર છે.રોટલા સાથે સર્વ કરો. 

 

Latest Stories