Connect Gujarat
વાનગીઓ 

પરફેકટ માપ અને પધ્ધતિ સાથે ઘરે જ બનાવો બજાર કરતાં પણ વધુ ટેસ્ટી ખીચું, બનાવવું છે એકદમ સરળ....

ખીંચું ગુજરાતનું સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ ખીંચું ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે

પરફેકટ માપ અને પધ્ધતિ સાથે ઘરે જ બનાવો બજાર કરતાં પણ વધુ ટેસ્ટી ખીચું, બનાવવું છે એકદમ સરળ....
X

ખીંચુંનું નામ પડતાં જ દરેક વ્યક્તિના મોંમાં પાણી આવી જાય છે. ખીંચું ગુજરાતનું સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ ખીંચું ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે. ચોમાસા અને શિયાળા દરમિયાન દરેક ઘરમાં ખીંચું બને જ છે. જો કે ખીંચું બનાવવું મુશ્કેલ કામ છે તેવું લોકો માને છે. પરંતુ જો તમે પરફેકટ માપ સાથે ખીચું બનાવશો તો એકદમ મસ્ત અને ચટાકેદાર ખીચું બનશે. તો આ રહી તેને બનાવવાની રેસેપી, આજે જ ટ્રાય કરો....

ખીચું બનાવવાની સામગ્રી

· 1 કપ ચોખાનો લોટ

· 1 ચમચી લાલ મરચું પાવડર

· 1 ચમચી જીરું

· 1 ચમચી જીણા સમારેલા મરચાં

· 4 કપ પાણી

· 2 ચમચી તેલ

· જીણી સમારેલી કોથમીર

ખીચું બનાવવાની રીત

· ખીચું બનાવવા માટે એક તપેલામાં 3 વાટકી પાણી ઉકળવા મૂકો. તેમાં લીલા મરચાં, વાટેલું જીરું, મીઠું, થોડો પાપડનો ખારો ઉમેરો. આ ખારાને તમે અવોઈડ પણ કરી શકો છો.

· પાણી ઉકળી જાય પછી તેમાં ચોખાનો લોટ ઉમેરો. લોટ ઉમેરતી વખતે તેને વેલણની મદદથી એક જ દિશામાં સતત હલાવતા રહો. ધયાન રાખવું કે લોટમાં ગંઠા ના પડી જાય.

· એ મિનિટ સુધી મિશ્રણને બરાબર હલાવો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય પછી તેને ગૅસ પરથી નીચે ઉતારી દો.

· હવે ગેસ પર એક કુકર મૂકો. અને કુકરમાં દોઢ ગ્લાસ પાણી નાખો. હવે તેને ઉકળવા દો. હવે તેમાં સ્ટેન્ડ મૂકીને તેના પર તૈયાર કરેલા ખીચુનું તપેલું રાખો અને તેની પર 1 વાટકી પાણી રેડી દો. પાણીને ખીચુમાં મિકસ ના કરવું.

· હવે તપેલા પર ડિશ ઢાંકી દો અને કુકરને બંધ કરીને 5 સિટી થવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરીને કુકરને ખોલીને ખીચું બહાર કાઢી લો.

· હવે ગરમાગરમ ખીચુંને પ્લેટમાં કાઢીને તેના પર તેલ, લાલ મરચું પાવડર અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને સર્વ કરો.

Next Story