Connect Gujarat
વાનગીઓ 

રેસ્ટોરન્ટ જેવા જ લેમન કોરિએન્ડર નુડલ્સ ખાવાની ઈચ્છા થતી હોય, તો ઘરે જ મેગી માંથી બનાવો આ સ્વાદિષ્ટ રેસેપી.....

નુડલ્સ ઘરે પણ બનાવી શકાય છે. તમારી પાસે નુડલ્સ ના હોય તો તમે મેગી માંથી પણ આ નુડલ્સ બનાવી શકો છો

રેસ્ટોરન્ટ જેવા જ લેમન કોરિએન્ડર નુડલ્સ ખાવાની ઈચ્છા થતી હોય, તો ઘરે જ મેગી માંથી બનાવો આ સ્વાદિષ્ટ રેસેપી.....
X

નુડલ્સ એક એવો ઓપ્સન છે કે જે દરેક રેસ્ટોરન્ટમાં આરામથી મળી જાય છે. જ્યારે તમે હોટલમાં જાવ અને શું મંગાવવું તેની કઈ ખબર ના પડતી હોય તો તમે મેગીને અથવા નુડલ્સને મંગાવી શકો છો. નુડલ્સ આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. દેશ અને દુનિયામાં તેની અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ભારતમાં પણ નુડલ્સની અનેક વાનગીઓ પ્રખ્યાત છે. જેમાં ચીલી ગાર્લિક નુડલ્સ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. અને હવે કેટલાક સમયમાં લોકો લેમન કોરિએન્ડર નુડલ્સ પસંદ કરી રહ્યા છે. શું તમે જાણો છો કે આ નુડલ્સ ઘરે પણ બનાવી શકાય છે. તમારી પાસે નુડલ્સ ના હોય તો તમે મેગી માંથી પણ આ નુડલ્સ બનાવી શકો છો, તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસેપી....

લેમન કોરિએન્ડર નુડલ્સ બનાવવાની સામગ્રી

· 1 નંગ ડુંગળી

· 1 નંગ ટામેટું

· 2 પેકેટ મેગી

· 2 પેકેટ મેગી મસાલો

· 1 ચમચી માખણ

· 1 ચમચી તેલ

· ½ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ

· 1 ચમચી કોથમીર

· ¼ ચમચી બારીક સમારેલ લસણ

· ¼ ચમચી ગરમ મસાલો

· 1 ચમચી સોયા સોસ

· 1 ટી સ્પૂન ચીલી સોસ

· સ્વાદ અનુસાર મીઠું

· 1 લીલું મરચું

· 1 ચમચી લીંબુનો રસ

લેમન કોરિએન્ડર નુડલ્સ બનાવવાની રીત

· લેમન કોરિએન્ડર નુડલ્સ બનાવવા માટે સૌ પ્રથમ 2 પેકેટ નુડલ્સના લો. ત્યાર બાદ એક પેનમાં પાણી ગરમ મૂકી તેને 90 ટકા જેવા પકવી લો. ધ્યાન રાખો કે તે સંપૂર્ણ ના રંધાઇ જાય.

· ત્યાર બાદ તેને ઠંડા પાણીમાં નાખીને 2 થી 3 વાર સાફ કરીને પ્લેટમાં નાખો. ઉપર થોડું તેલ નાખીને મિક્સ કરો.

· આ સાથે જ એક ડુંગળી અને ટમેટાને બારીક સમારી લો અને તેને બાજુમાં મૂકો.

· હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થઈ જાય ગેસ બંધ કરીને તેને બાજુમાં મૂકો.

· ત્યાર બાદ એક બાઉલમાં ચીલી ફ્લેક્સ, કોથમીર, મેગી મસાલો, સમારેલું લસણ, ગરમ મસાલો, સોયા સોસ, લીલું મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર રીતે તેને મિક્સ કરો.

· હવે તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટાં અને લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરો.

· હવે આ બાઉલમાં ગરમ તેલ ઉમેરો. હવે તેમાં મેગી ઉમેરો અને મસાલા સાથે બરાબર મિકસ કરો.

· ત્યાર બાદ તેની ઉપર મેગી મસાલો અને 1 ચમચી માખણ ઉમેરીને બરાબર મિકસ કરો.

· તો તૈયાર છે તમારા લેમન કોરિએન્ડર નુડલ્સ.. તેને ગરમાગરમ સર્વ કરો..

Next Story