/connect-gujarat/media/media_files/s2OuxkNs3WIrbZJq6Afs.png)
પુલાવ એ એક એવી વાનગી છે જે નાના મોટા સૌને પસંદ હોય છે. પુલાવ નામ સાંભળતા જ ડીએલ ખુશ થઈ જાય છે પુલાવ દેખાવમાં પણ એકદમ કલરફૂલ અને ટેસ્ટી હોય છે. કહેવાય છે ને ભાત વગર ભાણું અધૂરું. તો આજે જ જાણી લો આ રેસીપી અને આજે જ ડિનર માં બનાવી નાખો મટર પુલાવ.
મટર પુલાવ બનાવવાની રીત :-
1 કપ ચોખા પાણીમાં પલાળેલા
2 કપ લીલા વટાણા
1 ટી.સ્પૂન જીરું
3 નંગ લીલા મરચાં
2 નંગ કાળી એલચી
5 લવિંગ
8-9 કાજુ
2 ટી.સ્પૂન તેલ
2 તજના ટુકડા
2 મોટી સમારેલી ડુંગળી
તમાલપત્ર
2 કપ પાણી
મીઠું સ્વાદુનુસાર
ગાર્નિશિંગ માટે કોથમીર
મટર પુલાવ બનાવવાની રીત :-
પહેલા એક ઊંડા પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, લવિંગ, કાળા મરી, તજ, કાજુ ઉમેરો . લગભગ અડધી મિનિટ બાદ એલચીનું મોઢું ખોલીને ટે અને તમાલપત્ર નાખી સાંતળી લો. હવે તેમાં લીલા મરચાં અને ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી લાઇટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમાં લીલા વટાણા અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
લગભગ 2 મિનિટ પછી કોથમીર નાખીને ફરીથી મિક્સ કરી લો. હવે 2 કપ પાણી નાખીને બધુ જ બરાબર હલાવી લો. પાણી ઊકળે એટ્લે તેમાં પલાળી રાખેલા ચોખા બરાબર સાફ કરીને ધોઈને ઉમેરો. પછી પેનને ઢાંકીને ચડવા દો. વીસેક મિનિટ બાદ ચેક કરી લેવું કે ચોખા ચડી ગયા છે કે નઇ. પછી ગેસ બંધ કરી કોથમીર ભભરાવી ગરમ-ગરમ વટાણા પુલાવ સર્વ કરો. તો છેને ઓછા સમયમાં તૈયાર થતી વાનગી.