જો તમારે ઢોકળા સોફ્ટ અને સ્પોન્જી બનાવવા હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરો.

ગુજરાતનું આ ફેમસ સ્ટ્રીટ ફૂડ માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્યની બાબતમાં પણ કોઈથી ઓછું નથી.

જો તમારે ઢોકળા સોફ્ટ અને સ્પોન્જી બનાવવા હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરો.
New Update

ગુજરાતનું સૌથી લોકપ્રિય ફૂડ ઢોકળા છે, કે જે નાનાથી લઈને મોટા સૌ કોઈ લોકોને પસંદ છે,સોફ્ટ અને સ્પોંજી ઢોકળા બધાને ગમે છે. સાંજની ચાનો સ્વાદ વધારવા માટે આ પરફેક્ટ નાસ્તો છે. અને સવારે પણ ઘણા નાસ્તામાં ખાતા હોય છે, ગુજરાતનું આ ફેમસ સ્ટ્રીટ ફૂડ માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્યની બાબતમાં પણ કોઈથી ઓછું નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ શિયાળાની ઋતુમાં સાંજે થોડો હળવો નાસ્તો ખાવા માંગતા હોય તો ઢોકળાની આ સરળ રેસિપી અપનાવો.

સામગ્રી :-

ચણાની દાળ - 1 કપ,ચણાનો લોટ - 1 ચમચી,તેલ - જરૂરિયાત મુજબ, કરી પત્તા - 1 ચમચી,ખાંડ - 4 ચમચી,લીલાં મરચાં લંબાઇમાં કાપેલા - 3-4,લીલા મરચા-આદુની પેસ્ટ - 1 ટીસ્પૂન,તલ - 1 ચમચીખાવાનો સોડા - 1/2 ચમચી, સરસવ - 1 ચમચી, હીંગ - 1 ચપટી, લીંબુનો રસ - 1 ચમચી,લીલા ધાણા - 2 ચમચી, મીઠું - સ્વાદ મુજબ

ઢોકળા બનાવવાની રીત :-

સૌથી પહેલા ચણાની દાળને ઓછામાં ઓછા 2 કલાક પાણીમાં પલાળી રાખો. આ પછી, દાળમાંથી પાણી અલગ કરો અને તેને મિક્સરમાં બરછટ પીસી લો. આ પેસ્ટને એક વાસણમાં લો અને તેમાં ચણાનો લોટ ઉમેરો. ત્યાર બાદ તેમાં લીલાં મરચાં-આદુની પેસ્ટ ઉમેરો, સ્વાદ મુજબ ખાંડ, લીંબુ અને મીઠું ઉમેરીને મિક્સ કરો. આ પછી, આ બેટરમાં ખાવાનો સોડા ઉમેરો અને તેને ઓરડાના તાપમાને 7-8 કલાક માટે ઢાંકીને રાખો. હવે એક થાળીમાં તેલ લગાવી તેમાં બેટર ફેલાવો અને એક મોટા વાસણમાં પાણી લઈ ગેસ પર વરાળ માટે રાખો. તેને ઢાંકીને 15-20 મિનિટ માટે સ્ટીમ કરો. આ પછી, ઢોકળાને બહાર કાઢીને એક નોન-સ્ટીક પેનમાં કરી પત્તા, સરસવ, તલ, હિંગ અને લીલાં મરચાંનો વઘાર કરો. લો તમારા ટેસ્ટી ઢોકળા તૈયાર છે. તો આ ઢોકળાને ચા અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો.

#Gujarat #Recipe #Dhokla #famous street food #spongy Dhokla
Here are a few more articles:
Read the Next Article