ઝટપટ બની જતી મમરાની ખીચડીની રેસીપી

આમ તો મમરા આપણે વઘારીને ખાતા જ હોઈએ છીયે. હળવા નાસ્તા તરીકે મમરાનો નાસ્તો કરતાં હોઈએ છે. તો આજે આપણે એવો જ હળવો નાસ્તો જે મમરામાથી બને છે એવી મમરાની ખીચડી બનાવતા શીખી લઈએ. તો ચાલો નોંધી લો રેસીપી.

New Update
મમરા

આમ તો મમરા આપણે વઘારીને ખાતા જ હોઈએ છીયે. હળવા નાસ્તા તરીકે મમરાનો નાસ્તો કરતાં હોઈએ છે. તો આજે આપણે એવો જ હલવો નાસ્તો જે મમરામાથી બને છે એવી મમરાની ખીચડી બનાવતા શીખી લઈએ. તો ચાલો નોંધી લો રેસીપી.  

 ખીચડી બનાવવા માટે જોઈશે : 
મમરા, કાંદો, કેપ્સિકમ મરચું, ટામેટું, રાઇ , જીરૂ, ધાણજીરું, હળદર, લાલ મરચું, મીઠું સ્વાદાનુસાર, કોથમીર, તેલ, પાણી. 


બનાવવાની રીત : 
સૌ પ્રથમ મમરા લો અને કાણાં વાળા પાત્રમાં લઈ લો. હવે મમરાને પલાળી લો. એના પર પાણી છાંટી પલાળવા.હવે ૧ પેન લઈ લો એમાં  તેલ, જીરૂ,રાઇ, લઈને રાઈ તતડે એટલે કાંદો, કેપ્સીકમ, ટામેટા નાખીને સાંતળી લો. ત્યારબાદ અંદર બધા મસાલા નાખો અને મસાલા ચડે એટલે એમાં પલાળેલા મમરા નાખી મિકસ કરી લો. હવે કોથમીર નાખી સર્વ કરવું. તો છેને ઝટપટ બનતી વાનગી. આજે જ ટ્રાય કરો. 

 

Latest Stories