/connect-gujarat/media/post_banners/f28bc704f16424c9a59d8b9694d0bcbcc1564354fa639ccbb53878973ed62ca4.webp)
આઇસ્કીમ...... નામ સાંભડતા જ મોઢામાં પાણી આવવા લાગે છે. આઇસક્રીમ એક એવી વસ્તુ છે જે નાનાથી માંડીને મોટા સુધી બધાને ભાવે છે. ભૂખ લાગી હોય કે ના લાગી હોય પેટ ભરેલું હોય કે ના હોય, આઇસ્ક્રીમ ખાવાની બધા ને ઈચ્છા થતી જ હોય છે. ઉનાળો હોય કે ચોમાસુ આઇસ્ક્રીમ દરેક ઋતુમાં દરેકને પસંદ હોય જ છે. હવે આઇસ્ક્રીમ સારો કે ખરાબ તે જોવાનું રહ્યું... તો અમુક વખત આઇસ્ક્રીમ ખાવાથી શરીરને ઘણા લાભો થતાં હોય છે. વાસ્તવિક્તા એ છે કે આઇસ્ક્રીમ ખાવાથી ઘણી બીમારીઓ મટે છે અને આપણું સ્વાસ્થ્ય સુધરે છે.
· આઇસ્ક્રીમ હદયના રોગોને મટાડે છે
આઈસ્ક્રીમ ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. ડેરી ઉત્પાદનોમાંથી બનતા આઈસ્ક્રીમમાં દૂધ અને ચરબીના મિશ્રણથી એક ખાસ પ્રકારનો પટલ બને છે. તેની વિશેષતા એ છે કે આ લોહીમાં સુગર જવાની ગતિને ધીમી કરે છે. ગ્લાયસેમીક ઇન્ડેક્સની મદદથી તમે જે પણ ખાઓ છો તે બ્લડ સુગર (ગ્લુકોઝ) માં રૂપાંતરિત થાય છે તેની ગતિ અને સમય માપી શકાય છે.
· ડાયાબિટીસના દર્દીઓએ આઈસ્ક્રીમ ખાવો જોઈએ કે નહીં
આઈસ્ક્રીમના 'લો ગ્લાયસેમીક ઈન્ડેક્સ'ને કારણે ડાયાબિટીસનું જોખમ પણ ઓછું રહે છે. વધુ વજનવાળા લોકોમાં આઈસ્ક્રીમ ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.આમ છતાં ડાયાબિટીસના દર્દીઓએ ઓછી માત્રામાં આઈસ્ક્રીમ ખાવો જોઈએ.
· દાંતના રોગોમાં આઈસ્ક્રીમ ખાઓ
શું તમે ક્યારેય દાંતની સારવાર કરાવી છે? દાંત બહાર કાઢ્યા પછી, ડેન્ટિસ્ટ દર્દીને અડધા કલાક પછી આઈસ્ક્રીમ ખાવા માટે કહે છે. તેનું કારણ એ છે કે, આઈસ્ક્રીમ પેઈનકિલર તરીકે કામ કરે છે. દાંત કાઢવામાં આવે ત્યારે પેઢાં ફૂલી જાય છે. દાંતની આસપાસની પેશીઓને પણ નુકસાન થાય છે, તેથી તેમાં દુખાવો થાય છે. આઈસ્ક્રીમ કોલ્ડ કોમ્પ્રેસ તરીકે કામ કરે છે. આ પરંપરાગત દવા છે.
· માનસિક સ્વાસ્થ્યને વેગ આપે છે
એક કપ આઈસ્ક્રીમ પણ તમારો મૂડ સેટ કરે છે. જ્યારે તમારી તબિયત સારી ન હોય અથવા તણાવમાં હો ત્યારે તમે આઈસ્ક્રીમ ખાઈ શકો છો. આઈસ્ક્રીમમાં ઠંડકનો ગુણધર્મ છે, તેથી તેની અસર થાય છે. ઉપરાંત, દૂધમાં ટ્રિપ્ટોફન હોય છે જે મગજમાં હેપી હોર્મોન સેરોટોનિનને મુક્ત કરે છે. આ જ કારણ છે કે તણાવમાં હોય ત્યારે આઈસ્ક્રીમ ખાવાથી પણ રાહત મળે છે.
· વાયરલ ફીવરમાં પણ તમે આઈસ્ક્રીમ ખાઈ શકો છો.
લોકો શરદી-ખાંસી, ગળામાં દુખાવો કે તાવની સ્થિતિમાં આઈસ્ક્રીમ ન ખાવાની સલાહ આપે છે. જ્યારે આઈસ્ક્રીમ એ પ્રોબાયોટિક્સ છે જેમાં સ્વસ્થ બેક્ટેરિયા હોય છે. તે માત્ર બળતરામાં જ રાહત નથી આપતું, પરંતુ તેમાં રહેલા પ્રોટીન, મિનરલ્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
· ગર્ભાવસ્થા દરમિયાન આઈસ્ક્રીમ ખાઓ
ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન મૂડ ડિસઓર્ડર અને ડિપ્રેશનનો સામનો કરે છે. આવી સ્થિતિમાં આઈસ્ક્રીમ ખાવાથી શરીરને એનર્જી મળે છે. તે સમૃદ્ધ પ્રોટીન પણ પ્રદાન કરે છે. આઈસ્ક્રીમમાં ઘણા પ્રકારના ફ્રૂટ પલ્પ ઉમેરવામાં આવે છે. સ્ટ્રોબેરી, ખજૂર, અંજીર, દ્રાક્ષ, પપૈયું, તરબૂચ, પાઈનએપલ ધરાવતા આઈસ્ક્રીમનો ટેસ્ટ જ નહીં પરંતુ એન્ટીઓક્સિડન્ટની માત્રામાં પણ વધારો કરે છે.