સ્વાદિષ્ટ કોથમીર વડી બનાવવાની રીત જાણી લો

આજે આપણે કોથમીર વળી બનાવતા શિખીશું. આ ડિશ મહારાષ્ટ્રમાં ખૂબ ફેમસ છે. તમે તારક મહેતામાં માધવીને ઘણી વાર કહેતા સાંભળ્યુ હશે કે મસ્ત કોથમીર વળી બનાવી છે. તો ચાલો તમે પણ નોંધી લો રેસીપી: 

New Update
વઌ

આજે આપણે કોથમીર વળી બનાવતા શિખીશું. આ ડિશ મહારાષ્ટ્રમાં ખૂબ ફેમસ છે. તમે તારક મહેતામાં માધવીને ઘણી વાર કહેતા સાંભળ્યુ હશે કે મસ્ત કોથમીર વળી બનાવી છે. તો ચાલો તમે પણ નોંધી લો રેસીપી: 


સામગ્રીમાં જોઈશે: 
કોથમીર ધોઇને કોરી કરીને ઝીણી સમારેલી, ટોપરાનું છીણ , કાજુ, કીસમીસ, ડુંગળી ઝીણી સમારેલી, લીલા મરચા અને લસણની પેસ્ટ, ખસખસ, રેગ્યુલર મસાલા, મીઠું સ્વાદ મુજબ, લિંબુ રસ, ખાંડ
બનાવવાની રીત : 

પહેલા તો ધાણા ધોઈને કોરા કરી લેવાના પછી એની ઝીણા ઝીણા સમારી લેવાના . એક કઢાઈમાં તેલ મૂકો તેમાં રાઇ જીરૂ લસણ મરચાં સાંતળી લો. ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળો પછી ટોપરા છીન,ખસખસ અને કોથમીર નાખો.

ત્યારબાદ તેમાં હળદર જોઈતું હોય તો લાલ મરચું સ્વાદ મુજબ મીઠું લીંબુનો રસ ખાંડ નાંખીને સરખી રીતે મિક્સ કરો. બે મિનીટ તેને સરખી રીતે સાંતળો પછી ગેસ બંધ કરી દો અને હવે આ મિશ્રણને ઠંડુ થવા દેશો.

હવે બેસનમાં મીઠું, અજમો,હળદર, જરીક મરચું,તેલ મોણ નાખી ને મિક્સ કરો.ધીમે ધીમે પાણી નાખીને નરમ લોટ બાંધી લો.લોટને દસ મિનિટ બાજુ માં રાખો.પછી બેસનની નાની રોટલીઓ બનાવો.

એના પર કોથમીર નો શીરુ પાથરો. હવે એ રોટલી ને ફોલ્ડ કરી ને વડી નો આ રીતે shape દો. પાણી થી કિનારો બંધ કરો.હવે ધીમી ગેસ પર વડી ને તળી લી.આપડી કોથમીર વડી રેડી થઈ ગઈ છે. એને દહીં ની ચટણી જોડે સર્વ કરો. 

Latest Stories