કઈક અલગ રીતે સાબુદાણાની ખીચડી બનાવતા શીખો

મોટા ભાગે સૌ કોઈ ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે.જે ખૂબ સ્વાદિષ્ટ ડિશ છે. આજે આપણે થોડીક જુદી રીત વાપરી આ ખીચડી બનાવીશું. નોંધી લો રેસીપી: 

New Update
મસ્ત

મોટા ભાગે સૌ કોઈ ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે.જે ખૂબ સ્વાદિષ્ટ ડિશ છે. આજે આપણે થોડીક જુદી રીત વાપરી આ ખીચડી બનાવીશું. નોંધી લો રેસીપી: 

સામગ્રીમાં જોઈશે: 
સાબુદાણા, તેલ અથવા ઘી ,  જીરૂ, લીલાં મરચા બારીક સમારેલા, શીંગ દાણા, ૧ નાનું –મધ્ય કદનું બટેટુ,મરીનો ભૂકો , મીઠું સ્વાદ અનુસાર , બારીક સમારેલી લીલી કોથમીર (રાંધવાની સૂચનાઓ


રીત : 
પહેલા સાબુદાણાને ધોઈને થોડાક કલાક માટે પાણીમાં પલાળવા.બટેટાને ધોઈને તેની છાલ ઉતારવી અને તેને ચોરસ નાના ટુકડામાં સમારી લો. હવે કડાઈમાં ઘી / તેલ નાંખી અને ગરમ કરવું.

બટેટા જે સમારેલ તેને કડાઈમાં નાંખી બ્રાઉન થાય તેમ બહાર કાઢી લેવા. હવે તેલમાં જીરૂ નાખવું. તે શેકાઈ ગયા બાદ, લીલાં બારીક સમારેલ મરચા નાંખી અને સીંગદાણાનો ભૂકો નાંખી અને એક મિનિટ સુધી ચમચાની મદદથી હલાવતાં જઈને શેકવો.

મીઠું અને મરી નાંખી અને બે મિનિટ ફરી શેકવું. ત્યારબાદ, બે ચમચા પાણી નાંખી અને ધીમી આંચથી ૭-૮ મિનિટ સુધી પાકવા દેવી. ત્યારબાદ, ઢાંકણું ખોલી અને ચેક કરવું કે સાબુદાણા નરમ થઇ ગયા છે કે નહિ.

જો તમને લાગે કે સાબુદાણા નરમ નથી થયા, તો ૨-ચમચા કે જરૂરી પાણી વધુ નાંખી અને તને વધુ ૪-૫ મિનિટ ધીમી આંચ પર થવા દેવું.  

ત્યારબાદ, તળેલા બટેટા નાંખવા અને મિક્સ કરી અને કડાઈ ગેસ પરથી ઉતારી લેવી.સાબુદાણાની ખીચડીને એક બાઉલ કે વાસણમાં કાઢી અને તેની ઉપર નાળીયેરનો ભૂકો અને બારીક સમારેલ લીલી કોથમીર ભભરાવી સર્વ કરો. 

Latest Stories