Connect Gujarat
વાનગીઓ 

મિક્સ દાળનો સૂપ ઘરે બનાવો અને પીવાની મજા માણો, વિટામીન્સ અને પોષક તત્વોથી છે ભરપૂર

મિક્સ દાળ ખાવામાં જેટલી ટેસ્ટી હોય છે એટલી જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. મિક્સ દાળ તમે આસાનીથી ઘરે બનાવી શકો છો.

મિક્સ દાળનો સૂપ ઘરે બનાવો અને પીવાની મજા માણો, વિટામીન્સ અને પોષક તત્વોથી છે ભરપૂર
X

ભારતીય ઘરોમાં લગભગ દરરોજ દાળ બનતી જ હોય છે. પોષકતત્વો થી ભરપૂર દાળમાં અલગ અલગ અનેક વેરાયટી હોય છે. મિક્સ દાળ દરેક લોકોને પસંદ હોય છે. મિક્સ દાળ ખાવામાં જેટલી ટેસ્ટી હોય છે એટલી જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. મિક્સ દાળ તમે આસાનીથી ઘરે બનાવી શકો છો. પરંતુ આજે અમે તમને મિક્સ દાળ સૂપ કેવી રીતે બને તે વિષે જણાવીશું. તો નોંધી લો આ રીત અને ઘરે જ બનાવો મિક્સ દાળ સૂપ

મિક્સ દાળ સૂપ બનાવવાની સામગ્રી:-

¼ કપ મગની દાળ

¼ કપ અડદની દાળ

¼ કપ મસૂર ની દાળ

¼ કપ તુવેરની દાળ

½ કપ જીણું સમારેલું ગાજર

1 જીણી સમારેલી ડુંગળી

2 ચમચી કોથમીર

½ ચમચી કાળા મરીનો પાવડર

1 ચમચી દેશી ઘી

સ્વાદ અનુસાર મીઠું

મિક્સ દાળ સૂપ બનાવવાની રીત

· સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર મિક્સ દાળ સૂપ બનાવવા માટે સૌ પ્રથમ બધી દાળને મિક્સ કરી તેને 2 થી 4 પાણીથી ધોઈ નાખો.

· પછી આ દાળને એક કલાક માટે પાણીમાં પલાળી રાખો.

· 1 કલાક પછી દાળમાંથી વધારાનું પાણી કાઢી લો.

· હવે 3 થી 4 કપ પાણી મૂકી આ દાળને ધીમા ગેસે ચડવા દો. પછી થોડી વાર રહીને મીઠું નાખો.

· દાળ સારી રીતે બફાઈ જાય પછી તેને પીસી નાખો.

· એક કડાઈ લો તેમાં અડધી ચમચી ઘી ગરમ કરવા મૂકો.

· ઘી ગરમ થઈ જાય પછી તેમાં ડુંગળી અને ગાજર સાંતળી લો.

· પછી આ વધાર સુપમાં મિક્સ કરો.

· 5 મિનિટ માટે સુપને ગેસ પર ચડવા દો.

· સૂપ થઈ જાય એટલે તેમાં કાળા મરીનો પાવડર અને કોથમીર નાખો.

· તો લંચ અને ડિનર માટે તૈયાર છે સૂપ

· આ સુપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે જલ્દીથી ઘરે બની જાય છે અને પીવાની પણ મજા આવે છે.

Next Story