બજાર જેવા સમોસા બનાવો ઘરે ટેસ્ટી અને ક્રિસ્પી

સમોસા ભારતનું એક ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે આ બધી ઉંમરના લોકોનો પસંદગીનો નાસ્તો છે અને તેને મસાલા ચા, આંબલીની ચટણી અને ફુદીનાની ચટણીની સાથે સામાન્ય રીતે ખાવામાં આવે છે. તો ચાલો આજે તમે પણ આ રેસીપી નોંધી લો :

New Update
સમોસા

સમોસા ભારતનું એક ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે આ બધી ઉંમરના લોકોનો પસંદગીનો નાસ્તો છે અને તેને મસાલા ચા, આંબલીની ચટણી અને ફુદીનાની ચટણીની સાથે સામાન્ય રીતે ખાવામાં આવે છે. તો ચાલો આજે તમે પણ આ રેસીપી નોંધી લો  : 

લોટ બાંધવા માટે જોઈશે : 
મેંદો , અજમો, તેલ, મીઠું સ્વાદાનુસાર 

મસાલો બનાવવા માટે જોઈશે : 
બાફેલા બટાકા ,લીલાવટાણા, જીરું , લીલા મરચાં આદુની પેસ્ટ,લાલ મરચું, ગરમ મસાલો,  લીંબુનો રસ, વરિયાળી , ફુદીનાના પાન, કોથમીર, મીઠું સ્વાદ મુજબ, તેલ તળવા માટે.  

સમોસા બનાવવાની રીત : 
પહેલા તો કુકરમાં લીલા વટાણાના દાણા અને બટાકાંને મીઠું અને પાણી નાખીને બાફી લો. બફાઈ જય પછી તેને મેશ કરી લો. હવે સમોસા ભરવા માટેનો લોટ બાંધી લઈશું, એક પેણામાં મેંદો લો તેમાં અજમો અને ઘી તેમજ મીઠું નાખી મિક્સ કરીને લોટ બાંધી લો . લોટ કઠણ બાંધો. હવે બાફેલા બટાકાનો મસાલો બનાવી લો. એક કડાઈમાં મધ્યમ આંચ પર ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં જીરું અને લીલા મરચાં-આદુંની પેસ્ટ નાખોં અને એક મિનિટ માટે સાંતળો. તેમાં બાફેલા લીલા વટાણાના દાણા નાખોં અને ૧ મિનિટ માટે સાંતળો. તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલા પાઉડર, આમચૂર પાઉડર અને વરિયાળીનો પાઉડર નાખોં. તેને એક મિનિટ માટે સાંતળો.મેશ કરેલા બટાકાં અને મીઠું તેમાં લીલા ધાણા અને ફુદીનાના પાન નાખીને બરાબર મિક્ષ કરો. ગેસ બંધ કરી દો અને મસાલાને એક બાઉલમાં કાઢો. હવે ગોળ પૂરી વણો. તેને વચ્ચેથી કાપી લો. એક કાપેલો ભાગ લો અને તેને શંકુ જેવો આકાર આપવા માટે બંને બાજુથી વાળો અને તેને બંધ કરવા માટે બંને કિનારીઓને દબાવો જેથી તેનો આકાર શંકુ જેવો થઈ જાય.હવે સમોસા બારી લો. અને ગરમ તેલ કરીને ગોલ્ડન બ્રાઉન તળી લો. એક થાળીમાં તળેલા સમોસાને કાઢો અને લીલી ચટણી અને ટોમેટો કેચપની સાથે પીરસો.

Latest Stories