Connect Gujarat
વાનગીઓ 

મગની દાળમાંથી બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી ઇડલી, એક વાર ખાશો તો ખાતા જ રહી જશો....

મગની દાળમાંથી બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી ઇડલી, એક વાર ખાશો તો ખાતા જ રહી જશો....
X

સાઉથ ઇંડિયન ફૂડના શોખીન ઘણા લોકો નાસ્તામાં ઇડલી ખાવાનું પસંદ કરતાં હોય છે. આવી સ્થિતિમાં તમે ચોખાની ઇડલી ઘણી વાર ખાધી હશે પરંતુ આજે અમે તમને મગની દાળમાંથી ઇડલી કેવી રીતે બને તે જણાવીશું. આ મગની દાળની ઇડલી ખાવામાં એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. સાથે સાથે પ્રોટીનથી પણ ભરપૂર હોય છે. તો ચાલો નોંધી લો તેને બનાવવાની રેસેપી....

મગની દાળની ઇડલી બનાવવા માટેની સામગ્રી

3 કપ મગની દાળ

અડધો ટુકડો આદુનો

2 થી 3 લીલા મરચાં

અડધી ચમચી હળદર પાવડર

2 ચમચી દહીં

1 પેકેટ ઇનો

1 ચમચી તેલ

1 ચમચી રાય

1 ચપટી હિંગ

1 ચમચી અળદની દાળ

· 10 થી 12 કરી પત્તા

સ્વાદ મુજબ મીઠુ

કોથમરી

મગની દાળની ઇડલી બનાવવાની રીત

પ્રોટીન યુકત ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ મગની દાળને 5 થી 6 કલાક પલાળી રાખો. આ પછી પલાળેલી મગની દાળને ધોઈને મિક્સરમાં પીસી લો.

હવે તેમાં હળદર, લીલું મરચું, આદું અને મીઠું નાખીને પીસી લો. ધ્યાન રાખો કે આ પેસ્ટ બહુ પાતળી ના હોવી જોઈએ.

હવે મગની દાળની પેસ્ટને બાઉલમાં ફેરવો. પછી તેમાં દહીં ઉમેરો.

ત્યારે બાદ એક કાઢીમાં તેલ ગરમ કરો હવે તેમાં હિંગ, રાય, લીમડાના પાન, અને અળદની દાળ ઉમેરીને વઘાર કરો. પછી તેને મગની દાળની પેસ્ટ માં મિક્સ કરો.

છેલ્લે કોથમીર ઉમેરી તેમાં ઇનો અને થોડું પાણી ઉમેરો. ઇડલીનું બેટર તૈયાર થઈ જશે.

હવે ઇડલી મેકરના મોલ્ડમાં તેલ લગાવો. પછી તેના પર ઇડલીનું બેટર રેડો. હવે તેને ધીમા ગેસે ચડવા દો. થોડા સમય પછી તેને બહાર કાઢી અને તપાસો. તમારી સોફ્ટ અને સ્પોંજી ઇડલી તૈયાર છે.

તમે તેને નારિયેળ ચટણી અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

Next Story