/connect-gujarat/media/media_files/LjhH3FBqrTVpMwQXsTP0.png)
મીઠી વસ્તુ ખાવાના શોખીનો માટે મગની દાળનો શીરો ખાસ હોય છે.આ શીરો ખાવામાં પણ સ્વાદિષ્ટ અને મીઠો હોય છે. હા, આ શીરો બનાવવામાં વાર તો લાગે છે, પણ ખાવાની મઝા ઘણી આવે છે. રવાનો શીરો, અને અન્ય શિરા ની જેમ આ શીરો પણ ખૂબ સરસ લાગે છે તો ચાલો નોંધી લો શીરો બનાવવાની રીત :
મગની દાળનો શીરો બનાવવા જોઈશે :
પીળી મગની દાળ૧/૨ કપઘી૧/૨ કપદૂધ૧/૨ કપસાકરબદામની કાતરી
કેસર૧ ટેબલસ્પૂનપાણીમાંઓગળી લો૧/૨ ટીસ્પૂનએલચી પાવડર
ગાર્નિશિગ માટે
મગની દાળને ૨ થી ૩ કલાક પૂરતા હૂંફાળા પાણીમાં પલાળી રાખો અને પછી સારી રીતે ગાળી લો.મગની દાળને પાણીનો ઉપયોગ કર્યા વિના કરકરુ પેસ્ટ બને ત્યા સુધી મિક્સીમાં પીસી લો.
હવે દાળની પેસ્ટને મસમલના કાપડમાં મૂકીને દબાવીને વધારાનું પાણી કાઢી નાખો. હવે દાળને પ્લેટમાં કાઢો અને ચમચીની મદદથી તેને ફેલાવી દો. એક બાજુ રાખો.
હવે એક ચોડાં નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરવા કરો, મગની દાળની પેસ્ટ નાંખો અને મધ્યમ આંચ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.હવે તેમાં કપ પાણી અને દૂધ નાખો અને બરાબર મિક્સ કરો.
ઢાંકણથી ઢાંકી ધીમી આંચ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.તેમાં હવે સાકર અને બદામ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ઢાંકણથી ઢાંકી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
કેસરનું મિશ્રણ અને ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો તૈયાર છે સ્વાદિષ્ટ મગની દાળનો શીરો હવે બદામ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.અને વખાણ કરીને ખાઓ.