નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ પૌઆની કટલેટ

તમે પણ ઘણી વાર નાસ્તામાં પૌઆ ખાતા જ હશો. આજે અમે તમને પૌઆની કટલેટ બનાવવાની એક સરળ રેસિપી જણાવીએ જે ખૂબ સરળ રીતે બની જતી હોય છે. તો નોંધી લો રેસીપી: 

New Update
ક

તમે પણ ઘણી વાર નાસ્તામાં પૌઆ ખાતા જ હશો. આજે અમે તમને પૌઆની કટલેટ બનાવવાની એક સરળ રેસિપી જણાવીએ જે ખૂબ સરળ રીતે બની જતી હોય છે. તો નોંધી લો રેસીપી: 


સામગ્રીમાં જોઈશે: 
પૌઆ, બટેટા,  ડુંગળી, ટામેટા, ચાટ મસાલો , લાલ મરચું પાવડર ,લીલા ધાણા ,ચોખાનો લોટ , તેલ -તળવા માટે, મીઠું - સ્વાદ મુજબ


બનાવવાની રીત : 


પૌઆ કટલેટ બનાવવા માટે પહેલા પાણીથી પૌઆ ધોઈ લો.હવે બધુ પાણી કાઢી લો.તેને એક વાસણમાં કાઢી લો  અને પછી બાફેલા બટાકાની છાલ કાઢી લો.પછી ટામેટા અને ડુંગળીને બારીક સમારી લો.હવે પૌઆની અંદર ટામેટા, ડુંગળી, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા નાખીને બરાબર મિક્ષ કરી લો.હવે બટાકાને સારી રીતે મેશ કરી લો અને પછી તેને તમારી પસંદગી મુજબ ગોળ કે લાંબો આકાર આપો.કટલેટને ચોખાના લોટમાં એક પછી એક કોટ કરો અને ગરમ તેલની કડાઈમાં મૂકો.જ્યાં સુધી તેઓ આછા સોનેરી રંગના ન થાય ત્યાં સુધી તેમને શેકવા દો.ક્રિસ્પી થઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને તમારી મનપસંદ ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.તો તૈયાર છે તમારી પૌઆની કટલેટ. 

Latest Stories