/connect-gujarat/media/media_files/fDmn8IgzcFchQUX2DHNX.png)
ટામેટાં પાસ્તા સાદા પાસ્તા ખાઈને થાકી ગયા છો? તો આ સ્વાદિષ્ટ વ્હાઇટ સોસ પાસ્તા ટ્રાય કરો. જે મેંદો, દૂધ અને બટર નો ઉપયોગ કરીને બનાવેલ ક્રીમી વ્હાઇટ સોસથી બનાવવામાં આવે છે.તો જાણી લો રીત શું છે ?
પાસ્તા માટે સામગ્રીમાં :
કોઈ પણ પાસ્તા, મીઠું, પાણી
શાક માટે સામગ્રી:
તેલ
કાપેલું ગાજર, કાપેલું લીલું કેપ્સીકમ, કાપેલું લાલ કેપ્સીકમ, મીઠું- સ્વાદનુસાર
વ્હાઇટ સોસ માટે સામગ્રી:
બટર, સમારેલું લસણ ,મેંદો, દૂધ, ઓરેગાનો, રેડ ચીલી ફ્લેક્સ, મરીનો પાઉડર
બનાવવાની રીત :
પહેલા તો પાસ્તાને બાફી લો, એક ઊંડા તપેલામાં પાણી નાખોં અને ઉકળવા માટે મૂકો. તેમાં પાસ્તા અને મીઠું નાખોં. પાસ્તા બફાઈ ગયા છે કે એ તપાસવા માટે, એક પાસ્તાને કાંટા ચમચીમાં લો અને તેને ખાઈ જુઓ. જો તે થોડું કઠણ લાગે પણ સરળતાથી ખાઈ શકાય તો પાસ્તા તૈયાર છે. જ્યાં સુધી પાસ્તા ચડે છે, ત્યા સુધી એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં કાપેલું ગાજર, કાપેલું લીલું કેપ્સીકમ, કાપેલું લાલ કેપ્સીકમ, મીઠું નાખોં. તેને ચમચાથી હલાવતા ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી શાક થોડું ચડી જાય પરંતુ થોડું પાકેલુ રહે, લગભગ ૨-૩ મિનિટ સુધી સાંતળો. ગેસ બંધ કરો અને તેને એક પ્લેટમાં કાઢી લો. તે જ કડાઈમાં બટર મધ્યમ આંચ પર ગરમ કરો. તેમાં સમારેલું લસણ નાખોં અને સાંતળો. તેમાં મેંદો નાખોં અને સાંતળો. તેમાં ધીમે ધીમે દૂધ નાખોં અને ચમચાથી સતત હલાવતા રહો. તેને સતત હલાવીને મિક્ષ કરો. તેમાં ઓરેગાનો, મરીનો પાઉડર અને મીઠું નાખોં.તેને બરાબર મિક્ષ કરી લો. તેમાં સાંતળેલુ શાક અને પાસ્તા નાખોં. ગેસ બંધ કરો. તેને બરાબર મિક્ષ કરો. તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢો. વ્હાઇટ સોસ પાસ્તા પીરસવા માટે તૈયાર છે. તેને છીણેલા ચીજથી સજાવો અને ગરમ પીરસો.