Connect Gujarat
વાનગીઓ 

દિવાળીના તહેવાર પર બનાવો ફેમસ અને પરંપરાગત માવાના ઘુઘરા, નોંધી લો આ રેસેપી.....

માવાના ઘુઘરા ઘરે ફટાફટ બનાવી શકો છો. આ ઘુઘરા નાનાથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવે છે.

દિવાળીના તહેવાર પર બનાવો ફેમસ અને પરંપરાગત માવાના ઘુઘરા, નોંધી લો આ રેસેપી.....
X

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ લોકો દિવાળીના નાસ્તા બનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. ખાસ કરીને તહેવારોમાં તો સ્વીટ ખાવાની જ કઈક અલગ હોય છે. તો આજે અમે તમને માવાના ઘુઘરા કેમ બનાવવા તેના વિષે માહિતી આપીશું, માવાના ઘુઘરા ઘરે ફટાફટ બનાવી શકો છો. આ ઘુઘરા નાનાથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવે છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત....

માવાના ઘુઘરા બનાવવાની સામગ્રી

· 2 કપ મેંદો

· 100 ગ્રામ માવો

· 1 ચમચી દ્રાક્ષ

· 2 ચમચી કોપરાનું છીણ

· ઈલાયચી પાવડર

· જરૂર મુજબ દેશી ઘી

· ½ કપ ખાંડ

માવાના ઘુઘરા બનાવવાની રીત

· માવાના ઘુઘરા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણ લો. તેમાં મેંદો અને એક ચમચી ઘી નાખીને બરાબર મિક્સ કરો.

· થોડું થોડું પાણી નાખતા જાઓ અને કઠણ લોટ બાંધી લો.

· ત્યાર બાદ આ લોટને 20 થી 25 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો.

· હવે કાજુ અને પિસ્તાના નાના નાના ટુકડા કરી લો અને એક પેનમાં માવો લો અને તેને ધીમા ગેસે શેકો.

· માવો લાઇટ બ્રાઉન રંગનો થાય એટલે ગેસ બંધ કરી દો.

· પછી શેકેલા માવાને એક અલગ પ્લેટમાં લઈ લો.

· ત્યાર બાદ માવો ઠંડો પડે ત્યારે તેમાં સૂકું ટોપરું, ડ્રાઈફ્રૂઇટ્સ અને પિસ્તા નાખીને બરાબર મિક્સ કરો.

· આ મિશ્રણમાં ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરો.

· બાદમાં તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો.

· સ્ટફિંગ તૈયાર થઈ ગયા પછી મેંદાનો લોટ લો અને ફરીથી એક વાર ગૂંથી લો.

· પછી આ લોટના નાના નાના ગુલ્લા બનાવો.

· ત્યાર બાદ આ ગુલ્લામાંથી પાતળી રોટલી વણી લો.

· હવે ઘૂઘરાનું મોલ્ડ લઈને એમાં વચ્ચે સ્ટફિંગ કરો.

· ત્યાર બાદ વચ્ચેથી પ્રેસ કરી લો.

· આમ એક બાદ એક ઘુઘરા તૈયાર કરો.

· ત્યાર બાદ એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો અને બધા જ ઘુઘરા તળી લો.

· બધા જ ઘુઘરા ફ્રાઈ થઈ જાય પછી એક પ્લેટમાં કાઢી લો.

· તો તૈયાર છે માવાના ઘૂઘરા.....

Next Story