ચોમાસામાં બનાવો ગરમાગરમ દાળ ઢોકળી

દાળ ઢોકળી ગુજરાતી વાનગી છે જેને મુખ્યત્વે દાળ અને ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. આ દાળ ઢોકળી કોઈ તીખી તો કોઈ ખાટી મીઠી બનાવે છે. આ રેસીપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટિક પણ છે અને તેને જમવામાં એકલી પણ પીરસી શકાય છે.

ઢોકળી
New Update

દાળ ઢોકળી ગુજરાતી વાનગી છે જેને મુખ્યત્વે દાળ અને ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. આ દાળ ઢોકળી કોઈ તીખી તો કોઈ ખાટી મીઠી બનાવે છે. આ રેસીપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટિક પણ છે અને તેને જમવામાં એકલી પણ પીરસી શકાય છે.

દાળ ઢોકળી બનાવવા માટે જોઈશે 
તુવેર દાળ , મગફળી , ઘઉનો લોટ , અજમો , બેસન, હળદર , લાલ મરચું, ધાણાજીરું , રાઇ, જીરુ, હિંગ, 1 સૂકું લાલ મરચું , મીઠા લીમડાના પાન, લીંબુનો રસ, ખાંડ , તેલ , પાણી , અને કોથમીર . મીઠું સ્વાદાનુસાર. 

દાળ ઢોકળી બનાવવાની રીત : 
સૌ પ્રથમ તુવેર દાળને પાણીથી ધોઈને કુકર્મ બાફી લો. હવે દાળ બફાઈ ત્યાં સુધી ઢોકળી માટે લોટ બાંધી લો. એક પેણામાં કપ ઘઉંનો લોટ, બેસન, અજમો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ૧ ટીસ્પૂન તેલ અને મીઠું લઈ લોટ બાંધી લો.

તેને એક કપડાંથી ઢાંકીને લોટને ૧૦ મિનિટ માટે રહેવા દો. હવે દાળ બફાઈ ગઈ હોય તો દાળને એક મોટા બાઉલમાં કાઢો અથવા ફરી કૂકરમાં જ પીસી લો. હવે તેમાં ૨ કપ પાણી નાખીને ૫-૧૦ સેકંડ માટે દાળને ફરીથી પીસી લો.

એક મોટી કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ નાખી તેમાં જીરું, હીંગ, સૂકું લાલ મરચું અને લીમડાના પાન નાખીને જીરાને સોનેરી થવા દો. હવે તેમાં  હળદર અને ટીસ્પૂન લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્ષ કરો.

તેમાં પીસેલી દાળ, ૧ કપ પાણી, બાફેલી મગફળી, લીંબુનો રસ, ખાંડ અને મીઠું નાખીને મધ્યમ આંચ પર ઉકળવા દો. જ્યારે મિશ્રણ ઉકળવા લાગે ત્યારે આંચને ધીમી કરી દો અને ૫-૭ મિનિટ માટે ઉકાળો હવે લોટના લૂઆ પડી રોટલી વણી લો અને હવે રોટલીને પાટલી પર લઈને તેને ચાકૂ અથવા કટરની મદદથી નાના-નાના ચોરસ ટુકડાઓમાં કાપો.

આ ટુકડા ઢોકળીના નામથી ઓળખાય છે હવે ધીમી આંચે ઢોકળી નાખતા જઈને . આ જ પ્રક્રિયાથી બાકી વધેલી રોટલીની ઢોકળી બનાવી લો અને દાળમાં નાખી દો. વચ્ચે-વચ્ચે દાળને ચમચાથી હલાવતા રહો. ઢોકળી ચડી જાય અટેલે ગેસ બંધ કરી દો.  લો તૈયાર છે તમારી દાળ ઢોકળી. લીલા ધાણાથી સજાવીને પીરસો.ગરમાગરમ ઢોકળી ખાવાની મઝા જ અલગ હોય છે. 

 

Here are a few more articles:
Read the Next Article