વરસાદની સિઝનમાં બનાવો બટાટાના ગરમાગરમ ભજીયા

ભજીયા તો ગુજરાતીઓને ખૂબ વ્હાલા છે. વરસાદ ચાલુ થાય અને દરેક ઘરોમાં ભજીયા અને ચા ની ફરમાઇશ ચાલુ થઈ જતી હોય છે. ભજીયા પણ બધી અલગ અલગ પ્રકારના બનતા હોય છે. જેને ચટણી અને તળેલા મરચાં જોડે ખાતા હોય છે.

New Update
ભજીયા

ભજીયા તો ગુજરાતીઓને ખૂબ વ્હાલા છે. વરસાદ ચાલુ થાય અને દરેક ઘરોમાં ભજીયા અને ચા ની ફરમાઇશ ચાલુ થઈ જતી હોય છે. ભજીયા પણ બધી અલગ અલગ પ્રકારના બનતા હોય છે. જેને ચટણી અને તળેલા મરચાં જોડે ખાતા હોય છે. તો આજે આપણે બટાટા ભજીયાની રેસેપી નોંધી લઈએ. બટાકા ના ભજીયા રેસીપી એક સરળ અને ઝટપટ બનતો નાસ્તો છે.બટાકાના ભજીયા સરળ અને મૂળભૂત સામગ્રીથી બનાવવામાં આવે છે જે દરેક ઘરમાં સરળતાથી મળી જતી વસ્તુ છે. ભજીયા એક પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ ફૂડ છે, જે તમામ જગ્યાએ જોવા મળે છે.
બટાકા ના ભજીયા માટે જોઈશે : 
બટાટાની સ્લાઇસ
ચણાનો લોટ
ચોખાનો લોટ
મરચું પાવડર
હળદર
ટીસ્પૂન હિંગ
ટીસ્પૂન અજમો
બારીક સમારેલી કોથમીર
ગરમ તેલ
એક ચપટી બેકીંગ સોડા
સ્વાદાનુસાર મીઠું 
તળવા માટે તેલ 

ભજીયા બનાવવાની રીત : 
બટાકા ના ભજીયા બનાવવા માટે, ચણાનો લોટ, ચોખાનો લોટ, મરચું પાવડર, હળદર, હીંગ, અજમો, કોથમીર, ગરમ તેલ, બેકીંગ સોડા, મીઠું અને આશરે પાણીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો સારી રીતે મિક્સ કરી લો. હવે એક પેન લો તેમાં તેલ ગરમ કરો હવે તૈયાર કરેલા મિશ્રણમાં થોડા બટાટાની સ્લાઇસ નાખો અને ગરમ તેલમાં નાખો. મધ્યમ તાપ પર ડીપ-ફ્રાય કરો, જ્યાં સુધી તે બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગનો ન થાય. બટાકા ના ભજીયાને ટીશ્યુ પેપર પર કાઢી લો.. તેના પર ચાટ મસાલો સરખી રીતે છંટકાવ કરો અને ચટણી કે ચા સાથે પીરસો. છેને ઝડપી બની જતી રેસીપી આજે જ ટ્રાય કરો. 

Latest Stories