વરસાદની ઋતુમાં બનાવો ગરમાગરમ રતાળુપુરી,નોંધી લો રેસીપી

ચોમાસાની સિઝન માં ચા સાથે ગરમાગરમ રતાળુપુરી મળી જાય તો મઝા જ પડી જાય. હવે તો બજારમાં પણ નાસ્તાની દુકાનોમાં રતાળુપુરી , ટમેટાપુરી, બટાટાપૂરી આસાનીથી મળી જાય છે.

રતાળુપુરી બનાવવાની રીત
New Update

બટાકાપુરી આપણે રોજિંદા જીવનમાં ખૂબ ખાતા હોઈએ છીયે તો આજે ચાલો રતાળુપુરી બનાવવાનું શીખી લઈએ. ચોમાસાની સિઝન માં ચા સાથે ગરમાગરમ રતાળુપુરી મળી જાય તો મઝા જ પડી જાય. હવે તો બજારમાં પણ નાસ્તાની દુકાનોમાં રતાળુપુરી ટમેટાપુરીબટાટાપૂરી આસાનીથી મળી જાય છે. હવે તમે પણ ઘરે બનાવો ઝડપથી બની જતી ગરમાગરમ રતાળુપુરી. આ રેસીપી સુરતના ડુમસની ખૂબ ફેમસ ડિશ છે.

 ચાલો નોંધી લો રેસીપી:-

 રતાળુ સ્લાઈસ કરેલું

1.5-2 કપ ચણાનો લોટ

2 ચમચી ચોખાનો લોટ

10-15 કાળા મરીના દાણા

1 ટીસ્પૂન કોથમીર બીજ

½ ચમચી હળદર

1-1.5 ચમચી ધાણાજીરું 

1.5-2 ચમચી લાલ મરચું

¼ ટીસ્પૂન હિંગ

મીઠું સ્વાદ મુજબ

પાણી ને તેલ

 બનાવવાની રીત:-

એક મિક્સિંગ બાઉલમાં ચણાનો લોટ લો અને તેમાં ચોખાનો લોટહળદર પાવડરલાલ મરચું પાવડરધાણા જીરા પાવડરહિંગ અને મીઠું ઉમેરો. ત્યારબાદ પાણી ઉમેરો અને ભજીયા માટે બેટર તૈયાર કરી લો હવે કાળા મરીના દાણા અને કોથમીરને ક્રશ કરો.રતાળુના ટુકડા કરો. સ્લાઇસેસ પાતળી રાખવી . હવે ભજીયાને તળવા માટે થોડું તેલ ગરમ કરો. ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે આ ગરમ તેલને બેટરમાં ઉમેરો. જાંબલી રતાળને બેટરમાં બોળીને સારી રીતે ઢાંકી દો. ભજીયા ઉપર થોડા છીણેલી કોથમીર અને કાળા મરીના દાણા નાખીને તળી લોતૈયાર છે ગરમાગરમ રતાળુપુરી મસ્ત ગરમ ચા સાથે સર્વ કરો .

#રતાળુપુરી #વરસાદની ઋતુ #રતાળુ #રતાળુપુરી રેસીપી
Here are a few more articles:
Read the Next Article