Connect Gujarat
વાનગીઓ 

ગણેશ ચતુર્થી પર મોદક લાડુ બનાવતા નથી આવડતા? તો હવે ચિંતા ના કરો, આ રહી મોદક બનાવવાની સરળ રેસેપી...

ગણપતિ બાપાને મોદક ખૂબ જ પ્રિય છે. આથી જ બાપાને તેનો પ્રસાદ અર્પણ કરવો ખૂબ જ આવશ્યક છે.

ગણેશ ચતુર્થી પર મોદક લાડુ બનાવતા નથી આવડતા? તો હવે ચિંતા ના કરો, આ રહી મોદક બનાવવાની સરળ રેસેપી...
X

ગણેશ ચતુર્થીને હવે માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે બધા લોકો તેની તૈયારીઓમાં લાગી ગયા છે. લોકો પોતાના ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરી રહ્યા છે. ગણપતિ બાપાને મોદક ખૂબ જ પ્રિય છે. આથી જ બાપાને તેનો પ્રસાદ અર્પણ કરવો ખૂબ જ આવશ્યક છે. તેથી આજે અમે તમને સરસ અને સ્વાદિષ્ટ મોદક લાડુ બનાવવાની રેસેપી વિષે જણાવીશું.

મોદક બનાવવાની સામગ્રી:-

· 1 લીલું નારીયેળ

· દોઢ વાટકી સાકર અથવા ગોળ

· 2 ચમચી ખસખસ

· 7 થી 8 એલચી

· 4 થી 5 પેંડા કે માવો

· 2 વાટકી ચોખાનો લોટ

· 2 ચમચા ઘી

· થોડુંક મીઠું

મોદક બનાવવાની રીત:-

· ચણાના લોટના મોદક બનાવવા માટે સૌ પ્રથમ લીલા નાળિયેરનું છીણ કરી તેમાં ગોળ અથવા સાકર મિક્સ કરીને ગેસ પર ધીમા તાપે ગરમ કરો.

તેમાં ખસખસ, એલચીના દાણા, સૂકી દ્રાક્ષ, માવો અથવા પેંડાનો ભૂકો નાખી તેને હલાવો.

આ મિશ્રણને ધીમા તાપે સતત હલાવતાં રહો, નહીં તો મિશ્રણ વાસણમાં ચોંટી જશે. મિશ્રણને બરાબર ઘટ્ટ બનાવવું. ઢીલું રહેશે તો મોદક બનાવ્યા પછી મોદક બહારથી ચીકણા થઈ જશે. આ મિશ્રણ એકાદ-બે દિવસ અગાઉ પણ બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.

· એક વાસણમાં બે વાટકી પાણી લઈને ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં એક ચપટી મીઠું, ઘી અથવા તેલ નાખો.

· હવે તેમાં ધીરે ધીરે ચોખાનો લોટ નાખતા જાવ. પછી ઢાંકણ ઢાંકી થોડી વાર સીઝવા દો. તાપ એકદમ ધીમો રાખવો.

· થોડી વાર પછી બધું પાણી લોટમાં ચુસાઈ જાય ત્યારે આંચ પરથી તપેલું ઉતારી લઈ એક થાળીમાં લોટ કાઢી લઈ હાથ પર ઘી લગાવી ગરમ ગરમ લોટ જ ગૂંદી લેવો. હવે લોટના ગોળા બનાવવા.

· તેના વચ્ચે ખાડો પહેલાથી તૈયાર કરેલું પૂરણ ભરી મોદકના આકારમાં ગોળા બંધ કરતા જાવ. આપણે જે રીતે લીલવાની કચોરી બનાવીએ છીએ. તે રીતે મોદકને પણ આકાર આપવો જોઇએ.

· આમ બધા ગોળામાં પૂરણ ભરાઈ જાય પછી એક તપેલીમાં પાણી ગરમ મૂકવું. ત્યાર બાદ એના પર એક ચારણીમાં પાતળું કપડું પાથરી એના પર તૈયાર કરેલા બધા ગોળા મૂકી 15 મિનિટ સુધી બાફી લેવા. તે બાદ ઠંડા પડે એટલે આપણો પ્રસાદ તૈયાર છે.

Next Story