/connect-gujarat/media/post_banners/d434a0d3d83dda2ca345d046f9b943ad99ccf654c3fdaffb90e07e2e64e52d7a.webp)
બ્રેકફાસ્ટ હોય, લંચ હોય કે પછી ડિનર હોય બટાકાની કોઈ પણ વાગની સ્વાદ વધારવા માટે કાફી છે. ભાગ્યે જ કોઈ એવું વ્યકતી હશે કે જેને બટાકાની વાનગી ના ભાવતી હોય બટાકું બધાનું ફેવરિટ હોય છે. તો આજે અમે તમારી સાથે શેર કરીશું ભરવા દમ આલુની સબ્જી, એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે કે ખાતા જ રહી જાવ ને. તો ચાલો જાણી લઈએ તેને બનાવવાની રેસેપી...
શાહી ભરવા દમ આલુ બનાવવાની સામગ્રી
· 5 થી 6 નંગ બટાકા
· 5 થી 6 નંગ ટામેટાં
· 3 થી 4 ચમચી જીણી સમારેલી કોથમીર
· 1 ચમચી આદુની પેસ્ટ
· 3 ચમચી મેંદો
· 2 ચમચી બારીક સમારેલા લીલા મરચાં
· 1 ચમચી જીરું
· 200 ગ્રામ પનીર
· 5 થી 6 ચમચી તેલ
· અડધો કપ બારીક સમારેલા કાજુ
· 1 ચમચી હળદર અને મરચું પાવડર
· 2 ચમચી ધાણા પાવડર
· 2 ચમચી કસૂરી મેથી
· 10 થી 13 કિસમિસ
· 1 ઇંચ નો ટુકડો તજ
· 2 થી 3 લવિંગ
· 7 થી 8 કાળા મરી
· મીઠું સ્વાદ અનુસાર
શાહી ભરવા દમ આલુ બનાવવાની રીત
· શાહી ભરવા દમઆલુ બનાવવા માટે સૌ પ્રથમ પનીરનો ભુક્કો કરી નાખો. હવે તેમાં આદું, મરચાં, કિશમિસ, સમારેલા કાજુ, કોથમીર નાખીને સરસ રીતે મિકસ કરી લો.
· હવે બાફેલા બટાકાને લઈને તેને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. ત્યાર ચાકુ કે ચમચીની મદદથી વચ્ચેનો ભાગ કાઢી લો, અને વચ્ચે ખાડો કરો અને આ ખાડામાં આ પનીરનું સ્ટફિંગ ભરી દો.
· હવે મેંદામાં થોડું પાણી અને મીઠું નાખીને પેસ્ટ બનાવો. ત્યાર બાદ આ પેસ્ટમાં સ્ટફ બટાકાને બોળી દો.
· ત્યાર બાદ આ બટાકાને ધીમી આંચ પર તેલમાં ફ્રાઈ કરી લો. હવે બટેકા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળીને પછી ગેસ બંધ કરી બટાકાને એક પ્લેટમાં કાઢી લો.
· હવે ગ્રેવી બનાવવા માટે સૌ પ્રથમ એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં રાય જીરુંનાખીને વઘાર કરો. ત્યાર બાદ તેમાં એલચી, તજ, કાળા મરી અને લવિંગ નાખી હલાવતા રહો. ત્યાર બાદ તેમાં ધાણાજીરું ને હળદર નાખીને બરાબર શેકો.
· હવે તેમાં આદું મરચાની પેસ્ટ, ટમેટાની પેસ્ટ અને કાજુની પેસ્ટ નાખીને સારી રીતે બધુ મિકસ કરો.
· હવે તેમાં ઉપરથી લાલ મરચું પાવડર નાખો. જ્યાં સુધી બધા જ મસાલા તેલથી અલગ ના પડી જાય ત્યાં સુધી શેકો.
· ત્યાર બાદ તેમાં કસૂરી મેથી, પાણી અને મીઠું નાખીને બરાબર મિકસ કરીને ગ્રેવી બનાવો. આ ગ્રેવીને એક ઊભરો આવે ત્યાં સુધી ચઢવા દો.
· હવે આ ગ્રેવીમાં બટાકા નાખીને કુકરનું ઢાંકણું બંધ કરી દો. એક સિટી વાગી જાય પછી ગેસની ફ્લેમ ધીમી કરીને 5 થી 6 મિંટ સુધી બટાકાને ચઢવા દો.
· 20 મિનિટ પછી કુકર ખોલીને તેમાં સમારેલી કોથમીર નાખીને ગાર્નિશ કરો. તો તૈયાર છે શાહી ભરવા દમ આલુ સબ્જી. આને તમે પરાઠા કે પૂરી સાથે ખાઈ શકો છો.