વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી મૂઠિયાં

મૂઠિયાં એ એક પ્રકારનો નાસ્તો છે. જે સાંજે કે સવારે ચા સાથે બધા નાસ્તામાં ખાતા હોય છે. મૂઠિયાં ઘણા પ્રકારના બનતા હોય છે જેમકે મેથીના , કોબીના, દૂધીના.

New Update
મૂઠિયાં

મૂઠિયાં એ એક પ્રકારનો નાસ્તો છે. જે સાંજે કે સવારે ચા સાથે બધા નાસ્તામાં ખાતા હોય છે. મૂઠિયાં ઘણા પ્રકારના બનતા હોય છે જેમકે મેથીના , કોબીના, દૂધીના. આજે આપણે વધેલા ભાતના મૂઠિયાં બનાવતા સિખીશું. તો ચાલો નોંધી લો રેસીપી : 
ભાતના મૂઠિયાં બનાવવા જોઈશે : 
ભાત, દહીં, લાલ મરચું પાઉડર, મરી પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, હળદર, અજમો, હિંગ પાઉડર, ધાણા જીરું પાઉડર, ખાંડ, સોડા, વરિયાળી, તેલ, ઘઉં નો લોટ
વઘાર માટે જોઈશે : 
રાઈ, તેલ, તલ

બનાવવાની રીત : 
સૌ પહેલા બચેલો ભાત લઈ લો હવે એમાં ઉપર જણાવ્યા મુજબ ના મસાલા નાખીને મિક્સ કરી લો. લીલા ધાણા તમારી ઈચ્છા હોય તો નાખી શકો છો. ત્યારબાદ ઘઉનો લોટ મિક્સ કરો , મિક્સ થઈ પછી નાના નાના મૂઠિયાં વાળી લો . આ મૂઠીયાને બાફી લો. મૂઠિયાં બફાઈ જાઈ પછી થોડા ઠંડા કરીને નાના પીસ માં કટ કરી લો . હવે વઘાર માટે એક પેન લો તેમાં રાય અને તલઑ વઘાર કરીને મૂઠિયાં એડ કરો . તો તૈયાર છે ભાતના ટેસ્ટી મૂઠિયાં. ચા સાથે પીરસો. 

Latest Stories