ટેસ્ટી બ્રેડ પકોડા બનાવો અને વરસાદની મઝા માણો

બ્રેડનાં પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે જેને ચા કે કોફી સાથે નાસ્તામાં લેવામાં આવે છે. આ પણ ભજીયા જેવો જ નાસ્તો કહી  શકીએ . વરસાદની સિઝનમાં આ બેસ્ટ નાસ્તો બની રહેશે. તો ચાલો જાણી લઈએ કેવી રીતે બનશે આ નાસ્તો : 

New Update
પકોડા

બ્રેડનાં પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે જેને ચા કે કોફી સાથે નાસ્તામાં લેવામાં આવે છે. આ પણ ભજીયા જેવો જ નાસ્તો કહી  શકીએ . વરસાદની સિઝનમાં આ બેસ્ટ નાસ્તો બની રહેશે. તો ચાલો જાણી લઈએ કેવી રીતે બનશે આ નાસ્તો : 

બ્રેડ પકોડા બનાવવા માટે જોઈશે 
બ્રેડની સ્લાઇસ, તેલ- તળવા માટે , બાફેલા મધ્યમ બટાકા ,૧ લીલું મરચું સમારેલું,  સમારેલી કોથમીર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, આમચૂર પાઉડર, ૧ ચપટી ગરમ મસાલો, મીઠું- સ્વાદ અનુસાર. 
બેસનનું ખીરું બનાવવા જોઈશે: 
બેસન, ૧ ચપટી બેકિંગ સોડા, લાલ મરચું પાઉડર, પાણી , મીઠું, સ્વાદ અનુસાર 

બનાવવાની રીત નોંધી લો : 
સૌ પ્રથમ બાફેલા બટાકાનો માવો તૈયાર કરો. બાફેલા બટાકા મેશ કરી તેમાં સમારેલું લીલું મરચું, સમારેલી કોથમીર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, આમચૂર પાઉડર, , ૧ ચપટી ગરમ મસાલો અને મીઠું નાંખો હવે તે બધુ મિક્સ કરી લો. ચાખી લો ટેસ્ટ મુજબ કઈક ઉમેરવું હોય તો ઉમેરો. હવે એક ઊંડા વાસણમાં બેસન , ચપટી બેકિંગ સોડા , લાલ મરચું પાવડર , અને મીઠું નાખી ખીરું તૈયાર કરી લો. 
હવે બ્રેડની સ્લાઈસ લો તેની ઉપર બટાકાનો મસાલો એકસરખો ફેલાવી દો. તેની ઉપર બ્રેડની બીજી સ્લાઇસ મૂકો અને તેને હળવેથી દબાવો. તેને બે ત્રિકોણ ટૂકડામાં કાપી લો. રીતે પકોડા તૈયાર કરીને તળી લો. હવે આ પકોડા ને ખીરામાં ડૂબાડીને તળી લો. બધા જ પકોડા આ રીતે તળી લો. તો તૈયાર છે તમારા બ્રેડ પકોડા. ચા સાથે નાસ્તો સર્વ કરો. 

 

 

Latest Stories