/connect-gujarat/media/post_banners/e7a87a409b0059a3677fb335c580f088a1006c25d44c34ff6fa69eab14061065.webp)
સામાન્ય રીતે વધેલા ભાતને લોકો નાખી દેતા હોય છે. પરંતુ તમે વધેલા ભાતમાંથી મસ્ત ટોમેટો રાઇઝ બનાવી શકો છો. જો ટોમેટો રાઇઝ તમે આ રીતે બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. આ ટોમેટો રાઈસ સરળતાથી જ માત્ર 10 મિનિટમાં ઘરે બની જતાં હોય છે. આ રાઇઝ બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો, તો નોંધી લો વધેલા ભાતમાંથી ટોમેટો રાઇઝ બનાવવાની રેસેપી....
ટોમેટો રાઇઝ બનાવવાની સામગ્રી
· વધેલા ભાત
· 4 મોટા ટામેટાં
· 3 લીલા મરચાં
· 1 ચમચી આદુની પેસ્ટ
· કોથમીર
· 2 ચમચી સંભાર પાવડર
· 2 મોટી ચમચી રિફાઈન્ડ ઓઇલ
· 1 ચમચી લસણની પેસ્ટ
· અડધી ચમચી હળદર
· 1 ચમચી લાલ મરચું પાવડર
· સ્વાદમુજબ મીઠું
ટોમેટો રાઇઝ બનાવવાની રેસેપી
· ટોમેટો રાઇઝ બનાવવા માટે સૌ પ્રથમ બધેલા બાહરણે એક બાઉલમાં કાઢી લો.
· હવે ટામેટાં લો અને તેને સારા પાણીથી ધોઈ નાખો.
· આ ટમેટાની બ્લેનડરમાં પ્યુરી બનાવો. આ પેસ્ટને એક બાઉલમાં લઈ લો.
· હવે એક પેનમાં મોટી ચમચી 2 મોટી ચમચી તેલ નાખો અને તેને ગરમ કરો.
· તેલમાં ડુંગળી, હિંગ અને મીઠા લીમડાના પાન નાખો.
· ત્યાર બાદ લીલા મરચાં અને આદું મરચાની પેસ્ટ નાખો.
· આ બધી જ સામગ્રીને 2 મિનિટ સુધી ફ્રાઈ કરો.
· પછી એક પેનમાં ટમેટાની પેસ્ટ, હળદર, લાલ મરચું પાવડર, સંભાર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
· હવે ભાતમાં બધો જ અમસાલો એડ કરી દો.
· તો તૈયાર છે ટોમેટો રાઇઝ.