ગરમીમાં રાંધવાની આળસ તો બનાવો આ ઝડપી બની જતી ટમેટાની ચટણી

આમ તો રસોઈમાં દરરોજ આપણે નવી નવી વાનગીઓ બનાવતા હોઈએ છીયે પરંતુ મોટા ભાગની વાનગીઓ  સાથે એક કોમન વસ્તુ હોય તો એ છે

chatni
New Update

આમ તો રસોઈમાં દરરોજ આપણે નવી નવી વાનગીઓ બનાવતા હોઈએ છીયે પરંતુ મોટા ભાગની વાનગીઓ સાથે એક કોમન વસ્તુ હોય તો એ છે ચટણી ચટણી વિના વાનગી થોડી અધૂરી અધૂરી લાગે છે ગુજરાતી ફૂલ ભાણા ચટણી વિના અધૂરા લાગે છે તો આજે આપણે એક મસ્ત મજાની ચટાકેદાર ચટણીની રેસીપી લઈને આવ્યા છીયે જેનોસ્વાદ તમારા ભોજનને વધારે સ્વાદિષ્ટ બનાવી દેશે કી વાર શાક બનાવવાનો કંટાળો આવે કે શાકભાજી ન હોય ત્યારે આ છતનીતમને ઉપયોગી બની રહેશે તો ચાલો ચટણી બનાવવાની રીત લખી લો અને બનાવીને ચટણીના ચટકારા લ્યો ...

ટમેટાની ચટણી :

સામગ્રી :

2 ચમચી ચણાની દાળ

1 નંગ સમારેલી ડુંગળી

3-4 મીઠા લીમડાના પાન

2 નંગ લાલ મરચાં

¼ ચમચી હળદર

¼ ચમચી હિંગ

1 કપ સમારેલા ટામેટાં

1 ચમચી તેલ

મીઠું સ્વાદ અનુસાર

વઘાર માટે જોઈશે :

½ ચમચી રાઇ

2 નંગ લાલ મરચાં

1 ચમચી તેલ

બનાવવાની રીત :

સૌપ્રથમ દાળ ધોઈને સાઇડમાં રાખો .ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરો . તેલ ગરમ થઈ જાઈ પચજી એમાં દાળ નાખીને લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકો . હવે તેમાં ડુંગળી , મીઠો લીમડો , હિંગ , લાલ મરચાં , હળદર નાખી બીજી એકાદ મિનિટ સાંતળી લો. ત્યાર પછી એમાં ટામેટાં નાખીને બરાબર મિક્સ કરી લો .પછી 5 મિનિટ સુધી સાંતળો. ટામેટાં બરાબર ચડી જાઈ ત્યા સુધી સાંતળી લો. હવે આ મિશ્રણને ઠંડુ પડાવ દ્યો. મિશ્રણ ઠંડુ થાય પછી મિક્સર માં લઈ પાણી અને મીઠું ઉમેરો, ત્યારબાદ એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને એક સરસ પેસ્ટ બનાવી લો હવે વઘાર માટે તૈયારી કરો. એક પેનમાં તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટ્લે એમાં રાઈ અને લાલ મરચાં નાખી સાંતળી લો , આં તૈયાર થયેલ વઘારને છટણીમાં નાખી દો. લ્યો તૈયાર છે તમારી ચટાકેદાર ચટણી. રોટલી , પરોઠા, ઢોંસા સાથે ખાઓ.

#ટમેટાની ચટણી #બનાવવાની રીત #સામગ્રી #વાનગીઓ
Here are a few more articles:
Read the Next Article