/connect-gujarat/media/post_banners/1ffddd93d3d1259156c23810b58be9a19d22fba364a1ab6b2df85b3e4c9bb031.webp)
સૌથી પહેલા તો તમને વિચાર આવ્યો હશે કે આ હનીકોમ્બ ટોફી છે શું? તો તમને જણાવી દઈએ કે આ એક કોરિયાની સૌથી લોકપ્રિય વાનગી છે. જે ખૂબ જ અલગ શૈલીમાં તૈયાર કરવામાં આવે છે. એવું કહેવાય છે કે તેને બનાવવામાં ખાંડ, મધ, ખાવાનો સોડા અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ થાય છે. એક સમય એવો હતો કે ત્યારે ડાલગોના કોફી ખૂબ જ ટ્રેન્ડમાં હતી. કારણ કે તેની રેસેપી ખૂબ જ સરળ છે. અને લોકો તેને કોઈ જાતની મુશ્કેલી વિના જ બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે આ રેસેપી ગૂગલ સર્ચ અનુસાર ટોપ સર્ચ કરાયેલી વાનગી છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત.....
હનીકોમ્બ ટોફી બનાવવાની સામગ્રી
· 2 ચમચી મધ
· 1 કપ ખાંડ
· ½ ચમચી ખાવાનો સોડા
· 1 કપ માખણ
· ડાર્ક ચોકલેટ જરૂર મુજબ
હનીકોમ્બ ટોફી બનાવવાની સામગ્રી
· હનીકોમ્બ ટોફી બનાવવા માટે સૌ પ્રથમ ફોઈલ પેપર અને બટર પેપર વડે એલ્યુનીમિયમ ટ્રે તૈયાર કરો.
· પછી એક બાઉલમાં બધી સામગ્રી કાઢી લો. હવે નોનસ્ટિક તવાને ગેસ પર ગરમ કરવા મૂકો.
· તવા ગરમ થાય પછી તેમાં માખણ નાખીને પિગાળી લો. ત્યાર બાદ તેમાં ખાંડ, મધ, કોર્ન સિરપ અને પાણી ઉમેરીને સતત હલાવતા રહીએ અને ધીમી આંચ પર પકવીએ.
· પછી તેમાં ખાવાનો સોડા નાખીને મિક્સ કરીને એલ્યુમિનિયમ ટ્રેમાં ફેલાવો. જ્યારે તે સુકાવા લાગે ત્યારે તેને ઓગળેલી ડાર્ક ચોકલેટમાં ડુબાળીને પ્લેટમાં કાઢી લો.
· ઉપર ખાંડ છાંટીને સર્વ કરો. જો તમે ઈચ્છો તો તેમાથી કેન્ડી પણ બનાવી શકો છો. આ માટે તમારે લાકડીનો ઉપયોગ કરવો પડશે.