મીઠી સ્વાદિષ્ટ ચોખાની ખીર બનાવવા નોંધી લો રેસીપી

ચોખાની ખીર એક સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે આખા ભારતમાં બધાને જ ભાવે છે. આ ખીર બનાવવામાં પણ સરળ છે. જો તમને અચાનક ગળ્યું ખાવાનું મન થાય તો તમે ઝડપથી ચોખાની ખીર બનાવી શકો છો

New Update
ખીર

ચોખાની ખીર એક સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે આખા ભારતમાં બધાને જ ભાવે છે. આ ખીર બનાવવામાં પણ સરળ છે. જો તમને અચાનક ગળ્યું ખાવાનું મન થાય તો તમે ઝડપથી ચોખાની ખીર બનાવી શકો છો. તો ચાલો ખીર બનાવતા શીખી લો. નોંધી લો રેસીપી : 

સામગ્રીમાં : 
ચોખા, દૂધ, ચમચી ખાંડ ( પાસન પ્રમાણે ) , બદામ-પિસ્તાની થોડી કતરણ, ઈલાયચી પાઉડર
બનાવવાની રીત : 
પહેલા તો ચોખાને ધોઈને 10-15મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ દૂધને ગરમ કરવા મૂકો.દૂધનો ઊભરો આવે એટલે પલાળેલા ચોખા માંથી પાણી નીતારી ચોખાને દૂધમાં નાંખો.હવે દૂધને થોડી-થોડી વારે હલાવતા રહેવું જેથી દૂધ કે ચોખા નીચે તળિયામાં ન ચોંટે.હવે ચોખાને દૂધમાં ચડવા દો.ચોખા ચડી ગયા હોય તો હાથમાં લઈને દબાવીને ચેક કરી લો.ચોખા ચડી ગયા પછી જ એમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળે પછી થોડી વાર રહીને ગૅસ બંધ કરી દો.ખીર ઠંડી અને ગરમ બંને સારી લાગે છે. ડ્રાયફ્રૂટ્સ ને દૂધમાં બનાવતી વખતે અથવા ઉપરથી નાખીને સર્વ કરો. 

Latest Stories