વાનગીઓ : ચાલો આજે સ્વાદિષ્ટ તળેલા મૂઠિયાં બનાવવાની રીત જાણી લઈએ

મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં વધારે ખાવામાં આવે છે. મૂઠિયાં તળેલા બાફેલા અને વઘારેલા પણ બનાવી શકાય છે.

muthiya
New Update

મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં વધારે ખાવામાં આવે છે. સ્વાદિષ્ટ મૂઠિયાં તળેલા બાફેલા અને વઘારેલા પણ બનાવી શકાય છે. ખાસ કરીને ગુજરાતી, કચ્છી, મારવાડી અને જૈન લોકોમાં મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. સુરતી ઉંધીયુ મૂઠિયાં વગર અધુરું ગણાય છે. મૂઠિયાં સામાન્ય રીતે મેથી અને દુધિના બનતા હોય છે.જે ઘઉંના લોટ સાથે બનાવવામાં આવે છે. લોટ સાથે બનાવેલ લોટ ને લાંબા વાળીને બાફી લઈ કટકા કરીને વઘારવામાં આવે છે. આ સીવાય પણ મૂઠિયાંની અનેકવિધ વાનગીઓ ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત છે.

આજે આપણે બનાવીશું તળેલા મૂઠિયાં:

તળેલા મૂઠિયાંને  લોટમાં મસાલા મિક્સ કરી, મૂઠિયાં વાળી, તેને તેલમાં ધીમા તાપે તળીને બનાવવામાં આવતા હોય છે. મૂઠિયાં ઘણી બધી જાતના બનતા હોય છે , જેમકે , દૂધીના, કોબિઝના,મૂળાના, કાંદાના, મેથીના,ભાતના પણ મૂઠિયાં બનાવી શકાય છે.

તો ચાલો તળેલા મૂઠિયાં બનાવવાની પદ્ધતિ જાણી લો :

મૂઠિયાં બનાવવા માટે સામગ્રી:

1.    ઘઉંનો , ચણાનો કે અન્ય કોઈપણ લોટ

2.    જીણી સમારેલી ભાજી કે મનગમતા શાકભાજીની છીણ

3.    મીઠું, ધાણાજીરું, સૂકું મરચું, , હળદર ,વાટેલા આદુ-મરચા

4.    એકાદ ચમચી ખાંડ

5.    મોણ -બે ચમચા

મૂઠિયાં બનાવવાની રીત :

સૌ પ્રથમ જોઈતા શાકને ઝીણા ખમણી લો અથવા કાપી લો અને ભાજીના મૂઠિયાં બનાવવા હોય તો ધોઈને સમારી લો. ધ્યાન રાખો કે એ શાક ધોયા બાદ તેનું પાણી નીતારવું નહીં એજ પાણી વતી લોટ બંધાઈ જતો હોય છે, જેથી પાણી ઉમેરવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ તમારી જરૂર મુજબ લોટમાં ભાજી મસાલા અને તેલનું મોણ નાખી લોટ બાંધીને તૈયાર કરો.ત્યાર બાદ તેના નાના નાના ગોળા વાળી ને ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લ્યો. તો તૈયાર છે તમારા તળેલા મૂઠિયાં. જેને તમે ચા, સોસ સાથે સર્વ કરો.  

#બનાવવાની રીત #વાનગીઓ #સ્વાદિષ્ટ #મૂઠિયાં
Here are a few more articles:
Read the Next Article