/connect-gujarat/media/post_banners/3d6fd2ae94dc480204927d754cadcadaf2c60ac86c6ebac15a413462832fb393.webp)
આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વધારે ભૂખ નથી લગતી પરંતુ કઇંક વધુને વધુ ઠંડા પીણાં પીવાનું મન થતુ હોય છે, તેમાય સાંજે ભૂખ લાગે ત્યારે દરેક વ્યક્તિ સમોસા અને બ્રેડ પકોડા ખાય છે, પરંતુ આજે અમે તમારા માટે એક એવી રેસિપી લઈને આવ્યા છીએ, જેને તમે એકવાર ખાશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. તો તે છે મગફળીની ચાટ , જે બનાવવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે.
સામગ્રી :-
મગફળી - 1 કપ, ડુંગળી ઝીણી સમારેલી- 1, ટામેટા બારીક સમારેલા- 1, લીલા મરચા બારીક સમારેલા– 1, લીંબુનો રસ - 1 ચમચી, લીલા ધાણા બારીક સમારેલી - 2 ચમચી લાલ મરચું પાવડર – અડધી ચમચી, ચાટ મસાલો - અડધી ચમચી, મીઠું - સ્વાદ મુજબ
બનાવવાની રીત :-
મગફળીની ચાટ બનાવવા માટે સૌપ્રથમ તેને 1 ગ્લાસ પાણીમાં કુકરમાં મગફળી 3 સિટી સુધી બફાવા દેવું, હવે તેને ચાળણી દ્વારા ગાળી લો અને એક મોટા બાઉલમાં કાઢી લો. આ પછી બાફેલી મગફળીમાં લાલ મરચું, મીઠું અને ચાટ મસાલો નાખીને બરાબર મિક્ષ કરી લો. તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટા અને લીલા મરચા ઉમેરો. આ પછી તેમાં લીંબુનો રસ નાંખો અને આ રીતે તમારી ટેસ્ટી ચાટ તૈયાર છે. તેને ચા સાથે પણ ખાઈ શકાય છે.