/connect-gujarat/media/media_files/k5ZqNL1ocpBCSG8blnZe.png)
સૂકી દ્રાક્ષ
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકોનબળાઈ, થાક અને આળસનો અનુભવકરતાં થયા છે. આ માટે તમેરોજ પાંચ દાણા સૂકી દ્રાક્ષખાવાનું ચાલુ કરો. સુકીન દ્રાક્ષ શરીરને દવાની જેમ અસર કરે છે. સૂકી દ્રાક્ષથી પાચનક્રિયા પણ સુધરે છે. સૂકી દ્રાક્ષ ખાવાથી શરીરની એનર્જી વધે છે.સૂકી દ્રાક્ષનું સેવન કરવા માટે, 5 સૂકી દ્રાક્ષ લો અને તેને સારી રીતે ધોઈ લો અને તેમના બીજ કાઢી નાખો. આ સૂકી દ્રાક્ષને અડધા ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો.
સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે આ સૂકી દ્રાક્ષનું પાણી પીઓ અને પલાળેલી સૂકી દ્રાક્ષને સારી રીતે ચાવીનેખાઈ લો.આ રીતે તમારા શરીરને કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી અને વિટામિન સી મળશે. આ બધા પોષક તત્વોશરીરનેજબૂત બનાવે છે. સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ડ્રાયફ્રૂટ એનિમિયાના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે. સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી શરીરનો સોજો કંટ્રોલમાં રહે છે.સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળી રાખવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને ડિહાઇડ્રેશનનું જોખમ ઘટે છે.પેટમાં સંગ્રહિત ગંદકી સાફ થાય છે.સુકી દ્રાક્ષ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે છે.