Connect Gujarat
વાનગીઓ 

વેજીટેબલ સેન્ડવિચ તો તમે ખાધી જ હશે પણ શું તમે વેજ માયોનીઝ સેન્ડવિચ ખાધી છે ? તો ચાલો જાણીએ વેજ માયો સેન્ડવિચની રેસેપી

વેજીટેબલ સેન્ડવિચ તો તમે ખાધી જ હશે પણ શું તમે વેજ માયોનીઝ સેન્ડવિચ ખાધી છે ? તો ચાલો જાણીએ વેજ માયો સેન્ડવિચની રેસેપી
X

સેન્ડવિચનું નામ પડતાં જ મોમાં પાણી આવી જાય છે. સેન્ડવિચ તમે બાળકોને નાસ્તાના ડબ્બામાં ભરી શકો છો. તો આજે અમે તમારા માટે વેજીટેબલ માયોનીઝ સેન્ડવિચ લઈને આવી ગયા છીએ. આ સેન્ડવિચ બનાવવી એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે. તો આવો જાણીએ તેને બનાવવાની રેસેપી.

માયોનીઝ સેન્ડવિચ બનાવવાની સામગ્રી

બ્રેડની સ્લાઈસ 4 થી 6

માખણ જરૂર મુજબ

માયોનીઝ 7 થી 8 ચમચી

કેપ્સિકમ જીણું સમારેલું -1/4 કપ

ગાજર જીણું સમારેલું -1/4 કપ

કાકડી જીણું સમારેલું -1/4 કપ

ડુંગળી જીણું સમારેલું -1/4 કપ

મારી પાવડર 1 ચપટી

મીઠું સ્વાદ અનુસાર

વેજ માયોનીઝ સેન્ડવિચ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં જીણા સમારેલા કેપ્સિકમ, જીણા સમારેલા ગાજર, જીણી સમારેલી ડુંગળી, અને જીણી સમારેલી કાકડી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું અને મરી પાવડર નાખી બરાબર મિક્સ કરો. હવે તેમાં માયોનીઝ નાખી ફરીથી મિક્સ કરો. આમાં તમે જીણા સમારેલા ઘાણા અને જીણા સમારેલા ટામેટાં પણ એડ કરી શકો છો. હવે બ્રેડની સ્લાઈસ લો. તેની ચારેય બાજુની કિનારીને કાપી નાખો. (કિનારીને કાપીને ફેકી દેવા કરતાં તેને મિકસરમાં પીસીને બ્રેડ ક્રમ બનાવી શકો છો.) હવે બ્રેડ પણ માખણ લગાવો. હવે તેના પર માયોનીઝ વાળું તૈયાર કરેલું મિશ્રણ આખી બ્રેડ પર સરખી રીતે ફેલાવો. ત્યાર બાદ તેના પર માખણ લગાવેલ સ્લાઇડ મૂકી હળવા હાથે દબાવી દો. હવે બ્રેડ ને ચાકૂથી બે ત્રિકોણ અથવા ચાર ત્રિકોણમાં કાપી તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે વેજીટેબલ માયોનીઝ સેન્ડવિચ..

Next Story