ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંત હાલમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે પરંતુ સોશિયલ મીડિયા પર તેનો દબદબો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર રિષભ પંત અને બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા વચ્ચે તુ-તુ મેં-મૈં ચાલી રહી છે. આ બધાની વચ્ચે ઋષભ પંતે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેની ચર્ચા થઈ રહી છે.
રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં એક મેસેજ લખ્યો છે. આમાં લખ્યું છે કે જે વસ્તુઓને તમે નિયંત્રિત કરી શકતા નથી તેના પર ભાર ન આપો. રિષભ પંતની આ સ્ટોરીનો સ્ક્રીનશોટ પણ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.
