Connect Gujarat
Featured

મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
X

મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રનું લગ્ન હોવાના કારણે સરકારે લોકડાઉન કર્યું નથી. આ મેસેજ વાયુવેગે સમગ્ર રાજ્યમાં ફરી વળતાં આખરે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરવાની ફરજ પડી હતી. મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કરવો પડ્યો હતો, આ સમાચાર ફેક છે. તેથી આ વાત પર ધ્યાન આપવું નહિ.

આજકાલ બહુ ચર્ચા ચાલી રહી છે કે, સીએમ વિજય રૂપાણીના દીકરાના લગ્ન છે અને આ લગ્નને કારણે જ લોકડાઉન લગાવાયું નથી. તેથી ખુદ વિજય રૂપાણીએ આ વાતને પાયાવિહોણી ગણાવી. તેમણે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા આ સમચારને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. સીએમને ખુદ સ્પષ્ટતા કરવી પડી કે, તેમના દીકરાના કોઈ લગ્ન નથી.

સીએમ વિજય રૂપાણીએ ટ્વિટના માધ્યમથી કર્યો ખૂલાશો :

સીએમ વિજય રૂપાણીએ ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે, ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા ફેક ન્યૂઝ થયેલા છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.

https://twitter.com/vijayrupanibjp/status/1379781266065657860?s=20

ઉલ્લેખનીય છે કે, આજકાલ દરેક લોકો સોશિયલ મીડિયાના વહેણમાં વહી રહ્યાં છે. પરંતુ લોકોને એ વાતની ખબર હોતી નથી કે, સોશિયલ મીડિયા પર આવતા દરેક સમાચાર સાચા છે કે ખોટા, લોકો જોયા વગર જ તેને શેર કરતા હે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આવતી 70 થી 80 ટકા માહિતી ખોટી હોતી હોય છે. તેથી આવી માહિતી શેર કરતા પહેલા ચકાસો કે તે સાચા છે કે નહિ તે જુઓ. સોશિયલ મીડિયા પર ધડાધડ જોયા વગર શેર કરવું એ પણ એક ગુનો છે.

Next Story