સાબરકાંઠા : ખેડબ્રહ્મા તાલુકા પંચાયત કચેરીના જુના બિલ્ડિંગમાં લાગી આગ, કિંમતી દસ્તાવેજ બળીને ખાખ

New Update
સાબરકાંઠા : ખેડબ્રહ્મા તાલુકા પંચાયત કચેરીના જુના બિલ્ડિંગમાં લાગી આગ, કિંમતી દસ્તાવેજ બળીને ખાખ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે તાલુકા પંચાયતની જૂની બિલ્ડિંગમાં ગત રવિવારના રોજ બપોરે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ એટલા રૂમમાં રાખવામાં આવેલ જૂના રેકર્ડ બળીને ખાખ થઈ ગયા હતા.

publive-image

ખેડબ્રહ્મા તાલુકા પંચાયત કચેરીની જૂની બિલ્ડિંગમાં આગ લાગવાની જાણ થતાં કારોબારી ચેરમેન શામળ પટેલ સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. આગના કારણે તાલુકા પંચાયત કચેરીના અનેક ડોક્યુમેન્ટ સ્વાહા થઈ ગયા હતા. આગ લાગવા અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રૂમમાં કોઈ વાયરિંગ ન હતું, તો શોર્ટસર્કિટ થઈ શકે તેમ નથી. માટે કોઈ વ્યક્તિ દ્વારા ઈરાદાપૂર્વક આગ લગાવી હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. જોકે ત્રણ જેટલા રૂમમાં રાખવામાં આવેલ જૂના રેકર્ડ બળીને ખાખ થઈ ગયા હતા.

Latest Stories