હિંમતનગરમાં આવેલ એક વિસ્તાર કે જ્યા રસ્તા અને ગટરની સુવિધા ન હોવાથી ગંદકી નો ઉપદ્રવ વધી ગયો છે અનેક રજુઆતો કરવા છતા પણ કોઈ નિવેડો ન આવતા અંતે સ્થાનિકોએ પોસ્ટકાર્ડ લખીને પોતાની રજુઆત કરવાનુ શરુ કર્યુ છે

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભોલેશ્વર ગામના ઈન્દિરા કોલોનીના રહિશો વર્ષોથી ગંદકી સાથે જીવન જીવી રહ્યા છે. આ વિસ્તારમાં ગંદકી એટલી હદે જે છે કોઈ ત્યા જાય તો પહેલા દુર્ગંધ થી ત્રાહિત થઈ જાય જેના કારણે મરછરનો ઉપદ્રવ પણ વધ્યો છે.ગંદકી સહિતના પ્રશ્ને સ્થાનિકોએ આ અંગે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી હોવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવ્યું હોવાના આક્ષેપ સાથે હવે તેઓએ અનોખુ અભિયાન શરૂ કર્યું છે. સ્થાનિકોએ તેમની સમસ્યા બાબતે તંત્રને પત્ર લખવાનું શરૂ કર્યું છે અને તેઓના પ્રશ્નનું નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી છે