“મોતની સવારી” : સાબરકાંઠાના માર્ગ ઉપર ખચોખચ મુસાફરો સાથે દોડતી જીપ આપી રહી છે અકસ્માતને નોતરું

New Update
“મોતની સવારી” : સાબરકાંઠાના માર્ગ ઉપર ખચોખચ મુસાફરો સાથે દોડતી જીપ આપી રહી છે અકસ્માતને નોતરું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ તરફ જઇ રહેલ જીપમાં અને છત ઉપર ધેટા-બકરાંની જેમ મુસાફરી કરતા મુસાફરોના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે. પરંતુ હાલ કોરોના મહામારી વચ્ચે પણ આ દ્રશ્યો જાણે કોરોનાના સંક્રમણને પણ આમંત્રણ આપી રહ્યા હોય તેમ વર્તાઇ રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત સ્થાનિક પોલીસ દ્વારા જાણે પોતાની ફરજનું ભાન ભૂલીને હાલતો આંખ આડા કાન કરે છે. જોકે પોલીસ દ્વારા અન્ય કોઈ ખાનગી વાહનમાં પરિવાર એકલ દોકલ જતું હોય તો તેમની કાર ખાસ ઉભી રાખીને ચેક કરવા સહિત માસ્ક અને સોશિયલ ડીસન્ટનને લઈને પાવતી ફાડવામાં આવે છે, ત્યારે હિંમતનગર-અમદાવાદ રોડ ઉપર દિવસ દરમ્યાન આ રીતે અનેક વાહનોમાં મોતની સવારીઓ પસાર થતી હોય છે. જોકે કાયદો બધા માટે સરખો હોવો જોઇએ તે ચર્ચાએ હાલ તો જોર પકડયું છે, ત્યારે પોલીસની આ નીતિના કારણે હાલ તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Latest Stories