/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/25151524/vlcsnap-2019-11-25-14h28m36s353.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ
ચુડાસમા વિશેષ
ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ અવરઓન હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય-રાષ્ટ્રીય
બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનું રાજ્યના
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વાહન વ્યવહાર મંત્રી તથા સાબરકાંઠા
જિલ્લાના પ્રભારી ઇશ્વરસિંહ પટેલના હસ્તે દિપપ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં આવેલી તમામ શાળાઓમાં તા. ૨૫થી
૩૦ નવેમ્બર સુધી વિવિધ શાળાઓમાં ૧૮ વર્ષ સુધીના બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવશે. જો બાળકોને કોઇ બિમારી લાગે તો સરકાર દ્વારા મફતમાં
સારવાર સહિતનો ખર્ચ ઉપાડી લેવામાં આવશે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકારની આરોગ્ય લક્ષી સેવાઓ વિષે લોકોને માહિતગાર કર્યા હતા. ઉપરાંત સરકારી દવાખાનાઓમાં વધુને વધુ લાભ લેવા તેમજ સરકાર દ્વારા મળતી સહાયો, સેવાઓના વિસ્તૃત દાખલારૂપી લોકોને સમજ આપી હતી, અવરઓન હાઇસ્કુલના સંકુલમાં વુક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે, જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ર્ડા. રાજેન્દ્ર પટેલ, પ્રાંતિજ-તલોદ પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા, પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી નિતિન પટેલ, નગરપાલિકા પ્રમુખ ગીતા પટેલ, રઇશ કસ્બાતી, તાલુકા હેલ્થ ઓફિસર, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ શહેર પ્રમુખ બળવંત પટેલ, રણજીતસિંહ રાઠોડ સહિત ભાજપ કાર્યકરો, આગેવાનો તથા શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.