સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર કન્ટેનરની ટક્કરે રીક્ષા ખાડામાં ખાબકતાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાજ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર ગાંભોઈ નજીક રણાસણ ચાર રસ્તે ટ્રક કન્ટેનર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનરે રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષા નીચે 3 લોકો દબાયા હતા. જેમાંથી 2 લોકોના મોત નીપજ્યાં હતાજ્યારે એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફબનાવની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ત્યારબાદ અકસ્માતગ્રસ્ત વાહનમાં ફસાયેલ ત્રણેય લોકોને ક્રેનની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં 3 લોકોમાંથી એક મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે ગંભીર રીતે ઘાયલને સિવિલ હિંમતનગર હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાતા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતુંજ્યારે આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.