સાબરકાંઠા : હિંમતનગરના વીર પ્રતાપ ફાઉન્ડેશનનું “સેવાકાર્ય”, દર્દી અને પરિજનો માટે શરૂ કરી વિનામુલ્યે ટિફિન સેવા

સાબરકાંઠા : હિંમતનગરના વીર પ્રતાપ ફાઉન્ડેશનનું “સેવાકાર્ય”, દર્દી અને પરિજનો માટે શરૂ કરી વિનામુલ્યે ટિફિન સેવા
New Update

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે, ત્યારે અનેક હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ દાખલ છે. તો સાથે જ કેટલીક હોસ્પિટલોમાં તો આખેયાખા પરિવારના સભ્યો દાખલ થયા છે. તેવામાં લોકોએ ઘરે રસોઈ બનાવવાનું અશક્ય છે, ત્યારે કોઈ ટિફિન પણ ન આપી શકે તેવી પરિસ્થિતિમાં આવા દર્દીઓની વહારે વિર પ્રતાપ ફાઉન્ડેશનના સભ્યો આવ્યા છે.

વિર પ્રતાપ ફાઉન્ડેશનના સંસ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત અને તેમની ટીમ દ્વારા હિંમતનગર શહેર તથા તાલુકાના ગામોમાં કોરોના દર્દી તથા જે પરિવાર ક્વોરન્ટાઇન છે તેવા 800 પરિવારોને રોજે રોજ ટિફિન પહોંચાડવામાં આવે છે. જેમાં શુદ્ધ સાત્વિક ભોજન રોટલી-શાક, દાળ-ભાત, છાસ, સલાડ આપવામાં આવે છે. જોકે દર્દીને ટિફિન લેતા સમયે સંકોચ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. માનવતાની દ્વષ્ટિએ ટિફિન લેનાર દર્દીની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. સેવા કાર્ય દરમ્યાન ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત સાથે વનરાજસિંહ રાઠોડ, મિતુલ વ્યાસ, ઉત્પલ પંચાલ, સંજય ગાંધી, મયુર પ્રજાપતિ, દિપરાજસિંહ રાજપૂત, ગૌરવ દરજી, સંતોશ જોશી, પિયુષ પટેલ, દર્શન માંડલિયા જોડાયા છે.

#Gujarat #Himmatnagar #સાબરકાંઠા #Free Tiffin #Free Tifin Seva #Veer Pratap Foundation
Here are a few more articles:
Read the Next Article