અંકલેશ્વર અને ભરૂચ ખાતે હરિ પ્રબોધમ પરિવાર દ્વારા આગામી સમયમાં ભક્તિભાવપૂર્વક ‘સહજ-આનંદ પર્વ‘નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ પર્વના માધ્યમથી ભક્તોમાં ભક્તિ, સંસ્કાર અને આત્મીયતાનું ભાથું પીરસવામાં આવશે.
અંકલેશ્વર શહેરમાં આ મહોત્સવનું આયોજન 18 એપ્રિલ 2026, શનિવારના રોજ માઁ શારદા ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સાંજે 7 કલાકે પ્રસાદી અને રાત્રે 8:30 કલાકે ભવ્ય સભાની શરૂઆત થશે.
જ્યારે ભરૂચમાં 19 એપ્રિલ 2026, રવિવારના રોજ જુના નેશનલ હાઇવે નંબર-8 ને અડીને આવેલા શ્રી હરિ પેટ્રોલ પંપની પાછળ, આત્મીય સંસ્કારધામ ખાતે આ પર્વ ઉજવાશે.આ પ્રસંગે સાંજે 6:30 કલાકે પ્રસાદી અને રાત્રે 8:30 કલાકે ભવ્ય સભાની શરૂઆત થશે. આ ભક્તિમય વાતાવરણમાં યોજાનારી સભામાં હરિભક્તો અને ધર્મપ્રિય જનતાને ઉમટી પડવા માટે પૂ. હરિશરણ સ્વામીજી,મિલિંદ પટેલ તથા હરિ પ્રબોધમ પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.ભાવિક ભક્તોને આ દિવ્ય સત્સંગ અને પ્રસાદીનો લાભ લેવા માટે આશા વ્યક્ત કરવામાં આવી છે.
