ઈડન ગાર્ડન્સમાં રમાયેલી હાઈસ્કોરિંગ મેચમાં Sai Sudharsan એ ફરી એકવાર પોતાની બેટિંગથી સૌને પ્રભાવિત કરી દીધા. ઇજાગ્રસ્ત થયા બાદ પણ મેદાનમાં પરત ફરી તેણે અડધી સદી ફટકારી અને T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન પૂર્ણ કરવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો.
Sai Sudharsan એ IPL 2026માં ફરી એકવાર પોતાની શાનદાર બેટિંગથી ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું છે. 16 મે, શનિવારે Gujarat Titans અને Kolkata Knight Riders વચ્ચે રમાયેલી હાઈસ્કોરિંગ મેચમાં સાઈ સુદર્શને માત્ર 28 બોલમાં અણનમ 53 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો. મેચ દરમિયાન એક સમયે તે ઇજાગ્રસ્ત થતા 23 રન પર મેદાન બહાર ગયો હતો, પરંતુ પછી ફરી બેટિંગ કરવા આવ્યો અને ટીમ માટે મહત્વપૂર્ણ અડધી સદી ફટકારી.
ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચ દરમિયાન સુદર્શને એક મોટું સિમાચિહ્ન પણ હાંસલ કર્યું. તેણે T20 ક્રિકેટમાં પોતાના 3000 રન પૂર્ણ કર્યા અને સૌથી ઓછી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવનાર બેટ્સમેન બન્યો. સુદર્શને માત્ર 78 ઇનિંગમાં 3000 T20 રન પૂર્ણ કર્યા. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના Shaun Marsh ના નામે હતો, જેમણે 85 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં D’Arcy Short, Devon Conway અને Chris Gayle જેવા મોટા નામો પણ સામેલ છે.સાઈ સુદર્શન માટે આ સિઝન ખૂબ જ જોરદાર રહી છે. તેણે સતત ચાર મેચમાં 50થી વધુ સ્કોર બનાવ્યો છે, જે ગુજરાત ટાઇટન્સ માટે એક નવો રેકોર્ડ છે. તેણે ટીમના પૂર્વ કેપ્ટન Hardik Pandya અને વર્તમાન કેપ્ટન Shubman Gill ના સતત ત્રણ 50+ સ્કોરના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ IPL સીઝનમાં સુદર્શને અત્યાર સુધી સાત વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો છે, જે ટીમ માટે સૌથી વધુ સ્કોરના રેકોર્ડની બરાબરી કરે છે.
