અમદાવાદમાં વર્ષ 2008ની તા. 26 જુલાઇના રોજ ધડાધડ બ્લાસ્ટથી સમગ્ર શહેર ધ્રુજી ઉઠ્યું હતું, ત્યારે બોમ્બ બ્લાસ્ટની આ ઘટનામાં આજે 14 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે, ત્યારે અદાલતે શંકાના આધારે કુલ 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે બાકીના 49 આરોપીને દોષિત જાહેર કરી તેઓ અંગે આજે બુધવારના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા સજા ફટકારવામાં આવશે.
14 વર્ષ બાદ અમદાવાદ બ્લાસ્ટ કેસના 49 આરોપીને કોર્ટે દોષિત અને 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે એક તાજના સાક્ષીની સજા માફ કરાઈ છે, ત્યારે આ તમામ દોષિતોને આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સજા ફટકારવામાં આવશે. અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસના ચુકાદાને લઈને આજે સતત બીજા દિવસે પણ સ્પેશિયલ કોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પાર્કિગમાં કાર સહિતના વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગતરોજ જજ એ.આર.પટેલ દ્વારા આ કેસ અંગે ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે શંકાના આધારે અત્યારસુધીમાં 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે બાકીના 49 આરોપીને દોષિત જાહેર કર્યા છે, ત્યારે દોષિત 49 આરોપીઓને સજા ફટકારવા અંગે આજે કોર્ટ દ્વારા સુનાવણી સાથે આ કેસનો ચુકાદો કરવામાં આવશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170