વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ 93 વર્ષની વયે થયા બ્રહ્મલીન, સાધુ -સંતોમાં શોકનો માહોલ

વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ 93 વર્ષની વયે થયા બ્રહ્મલીન, સાધુ -સંતોમાં શોકનો માહોલ
New Update

વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ 93 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. મહામંડલેશ્વર ભારતી બાપુએ અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં શનિવારે મોડી રાત્રે દેહ ત્યાગ કર્યો હતો. ભારતીબાપુએ દેહ ત્યાગ કરતા સાધુ -સંતોમાં શોકનો માહોલ છે. સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને દર્શન માટે રાખવામાં આવશે. ભારતીબાપુના પાર્થિવ દેહને જૂનાગઢ ખાતે સમાધિ સ્થાને લઈ જવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.

ભારતીબાપુ ગિરનારના જૂના અખાડાના વરિષ્ઠ મહામંડલેશ્વર તરીકે ઓળખાય છે. ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકાના અરણેજ ગામમાં થયો હતો. તાજેતરમાં જ 2 એપ્રિલના રોજ બાપુના 93માં જન્મદિનનીઊજવણી કરવામાં આવી હતી. તેમનું પૂર્વાશ્રમનું નામ વનમાળી દાસ હતું. 4 જાન્યુઆરી 1965ના દિવસે દિગંબર દીક્ષા કરાઈ અને 21 મે 1971માં અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો અને 1992માં મહામંડલેશ્વર બન્યા.

ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ સાથે રાષ્ટ્રભરમાં કામ પણ કર્યું.. ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા..

#Connect Gujarat #Senior Saint Mahamandleshwar Bharti Bapu #age of 93 #passed
Here are a few more articles:
Read the Next Article