New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/15113550/sensex-jumps-130-points-nifty-tests-12250-amid-firm-global-cues.jpg)
ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી રહી રહી છે. સેન્સેક્સ 425 અંક વધી 36458 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 124 અંક વધી 10731 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રા 3.64 ટકા વધી 620.05 પર કારોબાર કરી રહ્યો છે.
એક્સિસ બેન્ક 3.31 ટકા વધી 431.85 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ભારતી એરટેલ, આઈટીસીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતી એરટેલ 1.38 ટકા ઘટી 580.95 પર કારોબાર કરી રહ્યો છે. આઈટીસી 0.33 ટકા ઘટી 195.35 પર કારોબાર કરી રહ્યો છે.
Latest Stories