સેન્સેક્સ 511 અંક વધ્યો, નિફ્ટી 11162 પર બંધ; પાવર ગ્રીડ કોર્પ, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

New Update
સેન્સેક્સ 511 અંક વધ્યો, નિફ્ટી 11162 પર બંધ; પાવર ગ્રીડ કોર્પ, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 511 અંક વધીને 37930 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 140 અંક વધીને 11162 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, મારૂતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 6.14 ટકા વધીને 173.60 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 4.53 ટકા વધીને 6132.90 પર બંધ રહ્યો હતો.

જોકે બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, સન ફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 4.31 ટકા ઘટીને 3292.90 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 1.85 ટકા ઘટીને 1719.50 પર બંધ રહ્યો હતો.

Latest Stories